કોહલીના બર્થડે પર અનુષ્કાનો ઇમોશનલ લેટર:એક્ટ્રેસે કહ્યું, 'હું બૂમો પાડીને દુનિયાને કહેવા માગું છું કે તું કેટલો સારો વ્યક્તિ છે'

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો આજે એટલે કે 5 નવેમ્બરના રોજ 33મો જન્મદિવસ છે. આ પ્રસંગે પત્ની અનુષ્કાએ તસવીર શૅર કરીને ઇમોશનલ લેટર લખ્યો છે.

અનુષ્કાએ વિરાટ સાથેની તસવીર શૅર કરીને સો.મીડિયામાં કહ્યું હતું, 'આ તસવીર અને જે રીતે તું જીવન જીવે છે તેના માટે કોઈ પણ ફિલ્ટરની જરૂર નથી. તારું જીવન ઈમાનદારી તથા હિંમતથી બનેલું છે. તારી અંદર જે સાહસ છે તે જીવનમાં કોઈને પણ શંકાને બદલી નાખે તેમ છે. હું એવી એક પણ વ્યક્તિને ઓળખતી નથી જે તારી જેમ અંધકારમાં પણ પોતાનો રસ્તો કરી લે.'

વધુમાં અનુષ્કાએ કહ્યું હતું, 'વિરાટ તું દરેક રીતે સારો છે, કારણ કે તે તારી અંદર કોઈ પણ વસ્તુને કાયમી માની નથી. તું ઘણો જ નિડર છે. મને ખ્યાલ છે કે આપણે બંને સો.મીડિયામાં આ રીતે એકબીજા વિશે વાત કરનારા નથી, પરંતુ ક્યારેક મને એવું થાય છે કે હું બૂમો પાડીને દુનિયાને કહું કે તું કેટલો સારો વ્યક્તિ છે. હેપ્પી બર્થડે ક્યૂટનેસ.'

2017માં લગ્ન કર્યા હતા
વિરાટે 2017માં અનુષ્કા સાથે લગ્ન કર્યાં હતાં. જાન્યુઆરી, 2021માં બંને દીકરી વામિકાના પેરેન્ટ્સ બન્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં UAE (યુનાઇટેડ અરબ અમીરાત)માં ટી20 વર્લ્ડકપ રમી રહી છે.