સો.મીડિયા 2020:વિરાટ-અનુષ્કાની પ્રેગ્નન્સી અનાઉસન્મેન્ટ પોસ્ટને સૌથી વધુ લાઈક મેળી, સુશાંતની છેલ્લી ફિલ્મ પણ લિસ્ટમાં સામેલ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

2020નું વર્ષ એવું છે, જેને લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. આ વર્ષ પૂરું થવામાં બસ હવે થોડાંક જ દિવસો બાકી છે. હાલમાં જ ટ્વિટર ઈન્ડિયાએ આખા વર્ષમાં પસંદ કરેલી ટ્વીટ્સના રેકોર્ડ તૈયાર કર્યા છે, જેમાં અનુષ્કા-વિરાટની પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ ટ્વીટને સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી.

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ ઓગસ્ટમાં આ વાત પબ્લિકલી અનાઉન્સ કરી હતી. ત્યારબાદ આ ટ્વીટ 2020ની સૌથી વધુ પસંદ કરાયેલી ટ્વીટ બની ગઈ. ઓફિશિયલ ટ્વિટર ઈન્ડિયાએ પોતાના હેન્ડલ પર આ લિસ્ટ શૅર કર્યું છે.

સૌથી વધુ કરવામાં આવેલા મૂવી હેશટૅગ
2020માં સૌથી વધુ હેશટૅગ ફિલ્મના નામમાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'દિલ બેચારા'નું નામ સામેલ છે. ત્યારબાદ બીજું નામ 'સુરારઈપોત્રુ' તથા ત્રીજા નંબર પર 'સરિલેરુનીકેવ્વરુ' છે.

સૌથી વધુ કોટ કરેલી ટ્વીટ
અમિતાભ બચ્ચનની કોરોના પોઝિટિવવાળી ટ્વીટ સૌથી વધુ કોટ કરવામાં આવી હતી. અમિતાભે 11 જુલાઈના રોજ રાત્રે 10.52 વાગે કોરોના પોઝિટિવ હોવાની ટ્વીટ કરી હતી.

વિજયની સેલ્ફી સૌથી વધુ વાર રી-ટ્વીટ થઈ
એક્ટર વિજયની સેલ્ફી સૌથી વધુવાર રી-ટ્વીટ કરવામાં આવી, જેમાં તેણે લખ્યું હતું, ધન્યવાદ, નૈવેલી.

અન્ય સમાચારો પણ છે...