તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિડ સામે હાર્યા:નેશનલ અવોર્ડ વિજેતા ફિલ્મ ‘કોર્ટ’ના એક્ટર વીરા સતિદરનું નિધન, કોરોના પોઝિટિવ થયા પછી વેન્ટિલેટર પર હતા

2 મહિનો પહેલા
મંગળવારે નાગપુરની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
  • ઓસ્કરમાં પણ વીરાની ફિલ્મને બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં મોકલવામાં આવી હતી
  • બે શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું હતું

નેશનલ અવોર્ડ વિજેતા ફિલ્મ ‘કોર્ટ’ના એક્ટર વીરા સતિદરનું નિધન થયું છે. તેઓ કોરોના સામેની જંગ હારી ગયા. મંગળવારે નાગપુરની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુની પુષ્ટિ ‘કોર્ટ’ ફિલ્મનાં ડિરેક્ટર ચૈતન્ય તમ્હાણેએ કરી. તેમણે કહ્યું, હા, આ વાત સાચી છે. હોસ્પિટલમાં સવારે 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમની કોરોનાની સારવાર ચાલુ હતી અને વેન્ટિલેટર પર હતા. આ એક દુખદ સમાચાર છે.

વીરાની ફિલ્મ કોર્ટ ઓસ્કર સુધી પહોંચી હતી
વીરા સતિદરને ફિલ્મ કોર્ટને લીધે ઓળખ મળી હતી. તેમણે એક પ્રદર્શનકારી સિંગર નારાયણ કામ્બલેનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મને માત્ર બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ જ નહિ પણ ભારત તરફથી ઓસ્કરની બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં મોકલવામાં આવી હતી.

એક્ટિવિસ્ટ અને કવિ હતા
ડિરેક્ટર ચૈતન્યએ કહ્યું, તેઓ માત્ર એક્ટર નહોતા પણ એક્ટિવિસ્ટ અને કવિ પણ હતા. હું અત્યાર સુધી જેટલા પણ લોકોને મળ્યો તેમાંથી તે સૌથી સારા હતા. મને હજુ પણ તેમના મૃત્યુનો વિશ્વાસ થઇ રહ્યો નથી. તેઓ ઘણી સારી વ્યક્તિ હતા અને હવે હું તે સમયને યાદ કરી રહ્યો છું, જે અમે ‘કોર્ટ’ના શૂટિંગ દરમિયાન સાથે પસાર કર્યો હતો.

બે શોર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું
કોર્ટ ઉપરાંત વીરા સતિદરે અન્ય બે શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેમાંથી એક ‘ક્રોનિકલ્સ ઓફ શ્રી’ અને બીજી ફિલ્મ ‘આધા ચાંદ તુમ રખ લો’ છે. બીજી શોર્ટ ફિલ્મ વર્ષ 2016માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે સિલેક્ટ થઇ હતી.