ફિલ્મ નિર્માતાએ 'ધ કેરલ સ્ટોરી' પર સવાલ ઉઠાવ્યા:વિનોદ તિવારીએ કહ્યું, 'મેં પણ ધર્માંતરણ પર ફિલ્મ બનાવી હતી, પરંતુ સેન્સર બોર્ડે તેને પાસ ન કરી'

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

'ધ કેરલ સ્ટોરી' ફિલ્મની વાર્તા ધર્મપરિવર્તન પર આધારિત છે. આ કેરળની હિંદુ મહિલાઓની વાર્તા છે જેમને ધર્મપરિવર્તન બાદ સીરિયા લઈ જવામાં આવી હતી અને તેમનું શોષણ કરવામાં આવ્યું હતું. બાય ધ વે, કન્વર્ઝન વિષય પર ગત વર્ષે બીજી ફિલ્મ રિલીઝ થઈ હતી, જેનું નામ છે 'ધ કન્વર્ઝન'.

દિગ્દર્શક વિનોદ તિવારીના જણાવ્યા મુજબ, વિપુલ શાહની ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' માત્ર અને માત્ર સરકારના સમર્થનથી હિટ બની હતી, જ્યારે તેમની ફિલ્મ 'ધ કન્વર્ઝન'ને તો રિલીઝ થવા દેવામાં જ આવી ન હતી.

અમારી ફિલ્મ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો: વિનોદ તિવારી
દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન વિનોદ તિવારીએ કહ્યું હતું કે, 'જુઓ, હું કહીશ કે મારી ફિલ્મ માત્ર કેરળની જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયાની વાર્તા હતી. કદાચ તે સમયે સરકારને એવું લાગતું હતું કે, તે સમયે અહીં કોઈ ચૂંટણી નથી. તો શા માટે આ ફિલ્મને સમર્થન આપે?'

આજે પણ છોકરીઓ લવ જેહાદ અને ધર્મપરિવર્તનના કારણે ફસાઈ રહી છે.અમે પણ તે જ મુદ્દા આધારિત ફિલ્મ બનાવી હતી પરંતુ અમારી ફિલ્મ સાથે ભેદભાવ થયો હતો. હવે ચૂંટણી આવી રહી છે, તેથી તમે આ મુદ્દા સાથે જોડાયેલી ફિલ્મ'ધ કેરલ સ્ટોરી' ને સમર્થન આપ્યું, તો અમારી ફિલ્મમાં શું ખોટું હતું?'

ફિલ્મ 'ધ કન્વર્ઝન'ના પ્રોડ્યુસર વિનોદ તિવારી
ફિલ્મ 'ધ કન્વર્ઝન'ના પ્રોડ્યુસર વિનોદ તિવારી

વિપુલ શાહે મારી વાર્તા પોતાની રીતે બતાવી
વિનોદે વધુમાં કહ્યું, 'મેં ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવાની વાત પણ નથી કરી, મને માત્ર સ્ક્રીન જોઈતી હતી જેથી લોકો ફિલ્મ જોઈ શકે. પરંતુ તેમણે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરને ડરાવી રાખ્યા. મુંબઈમાં કેટલાક લોકો મને આજે પણ કહે છે કે, તેમને ફિલ્મ રિલીઝ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, નહીં તો હિંદુ-મુસ્લિમ રમખાણો થશે.'

'મને લાગે છે કે વિપુલ અમૃતલાલ શાહ મારી ફિલ્મની વાર્તાને આગળ લઈ ગયા, તે પણ એ જ હેશટેગ #saveourdaughter નો ઉપયોગ કરીને. ખૂબ દુઃખ થાય છે કે અમારી સાથે આવું કેમ થયું?.'

વિપુલ અમૃતલાલ શાહ 'ધ કેરલ સ્ટોરી'ના નિર્માતા છે.
વિપુલ અમૃતલાલ શાહ 'ધ કેરલ સ્ટોરી'ના નિર્માતા છે.

'કેરલ સ્ટોરી મારી ફિલ્મની નકલ છે' : વિનોદ તિવારી
વિનોદ તિવારીએ અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'ફિલ્મ નિર્માતા તરીકે તેમના કામને ક્રેડિટ આપવામાં આવી નથી.' વધુમાં કહ્યું, 'આ ફિલ્મની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, મેં પણ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ લખી હતી.'

એક ફિલ્મનિર્માતા તરીકે મને લાગે છે કે 'ધ કેરલ સ્ટોરી' મારી પોતાની ફિલ્મની નકલ છે. તેઓએ માત્ર કેરળને હાઈલાઈટ કર્યું, બાકી અમે અમારી ફિલ્મમાં લવ જેહાદ, આતંક વગેરે દર્શાવ્યાં હતાં, પરંતુ અમારા કામને વિશ્વસનીયતા મળી ન હતી.

સેન્સર બોર્ડે આ ફિલ્મને એક નહીં, બે નહીં પરંતુ દસ વખત રિજેક્ટ કરી છે.
ફિલ્મ 'ધ કન્વર્ઝન' વિશે વિનોદે કહ્યું, '2020 માં લોકડાઉન દરમિયાન, ઘણી ન્યૂઝ ચેનલોએ લવ જેહાદ અને ધર્માંતરણ પર વાર્તાઓ ચલાવી હતી. પછી મારી પત્ની જે લેખક પણ છે, તેણે આ વિષય પર ફિલ્મ બનાવવાની વાત કરી. મને લાગ્યું કે આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે અને આપણે સમાજ માટે કંઈક કરવું જોઈએ. અમે એક વર્ષ સુધી રિસર્ચ કર્યું અને 2021માં તેનું શૂટિંગ શરૂ કર્યું અને ફિલ્મને રિલીઝ માટે તૈયાર કરી.'

કમનસીબે અમારી ફિલ્મના અધ્યક્ષ પ્રસૂન જોશીએ એક નહીં, બે નહીં પણ દસ વખત એવું કહીને નકારી કાઢ્યું કે તમે હિન્દુત્વનો પ્રચાર કરો છો. અમે કેરળ હાઈકોર્ટના ચુકાદાને પુરાવા તરીકે રજૂ કર્યો અને પછી તેઓએ ફિલ્મ પાસ કરી. અમારી ફિલ્મને U/A સર્ટિફિકેટ મળ્યું છે."

સરકારે કહ્યું કે આ ફિલ્મ હિંદુ-મુસ્લિમ હિંસા તરફ દોરી શકે છે.
વિનોદ તિવારી આગળ કહે છે, 'ફિલ્મ પાસ કરવા માટે મેં ઘણાં ચપ્પલ ઘસ્યાં છે, સેન્સર બોર્ડ પણ ફિલ્મ પાસ કરવા તૈયાર નહોતું. 'ધ કેરલ સ્ટોરી' કોઈ ઓરિજિનલ ફિલ્મ નથી, અમારી ફિલ્મમાં ટેરર ફંડિંગની પણ વાત કરવામાં આવી હતી.'

'શરૂઆતમાં, તેઓ મને લગભગ 700 સ્ક્રીન્સ આપવા માટે તૈયાર હતા, પરંતુ પછીથી પાછા ફર્યા. મુંબઈ સરકારે તેને રિલીઝ કરવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે, તેનાથી હિંદુ-મુસ્લિમ હિંસા થઈ શકે છે.'

8 કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું
ફિલ્મ નિર્માતા વિનોદ તિવારીએ કહ્યું કે, આ દરમિયાન તેમને લગભગ 8 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ફિલ્મને બનાવવામાં 5 કરોડ લાગ્યા હતા જ્યારે 3 કરોડ તેના પ્રમોશનમાં લાગ્યા હતા. જણાવી દઈએ કે વિનોદ તિવારીએ 'તેરી ભાભી હૈ પગલે', 'તબાદલા', 'જિલ્લા ગોરખપુર' જેવી ફિલ્મો પણ બનાવી છે.