વિક્રાંત-શીતલ વેડિંગ:વિક્રાંત મેસીએ તેની ગર્લફ્રેન્ડ શીતલ સાથે વેલેન્ટાઈન્સ ડેના દિવસે રજિસ્ટર્ડ મેરેજ કર્યાં, ઘણાં વર્ષોથી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરે ‘અલ્ટ બાલાજી’ની બ્રોકન બટ બ્યુટીફુલ વેબ સિરીઝની પ્રથમ સિરીઝમાં એકસાથે કામ કર્યું હતું

એક્ટર વિક્રાંત મેસીએ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડની સાથે લગ્ન કરી લીધાં છે. બંનેએ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન્સ ડેના દિવસે પોતાનાં લગ્ન રજિસ્ટર્ડ કરાવ્યાં છે. આ ખાસ પ્રસંગ પર કપલે માત્ર નજીકના લોકોને જ આમંત્રણ આપ્યું હતું. વિક્રાંત અને શીતલ ઠાકુર ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.

પરિવાર અને નજીકના મિત્રો સામેલ
‘પિંકવિલા’ના રિપોર્ટ અનુસાર, વિક્રાંત અને શીતલે મુંબઈમાં તેમના વર્સોવા સ્થિત ઘરે રજિસ્ટર મેરેજ કર્યાં છે. આ પ્રસંગે કપલનાં ફેમિલી સિવાય નજીકના મિત્રો સામેલ થયા હતા. કપલે થોડા દિવસ પહેલાં જ પોતાના લગ્નની તારીખ નક્કી કરી હતી. વિક્રાંત અને શીલતનાં લગ્નથી બંનેના પરિવાર ખુશ છે.

પત્ની અંગે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવ્યું હતું
વિક્રાંતે ગયા વર્ષે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર ઘરના એક પૂજાનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તેની સાથે તેની માતા અને શીતલ પણ બેઠેલી જોવા મળી રહી છે. તેને કેપ્શનમાં લખ્યું, હું મારા મોદક અને પત્ની સાથે (બેટર હાફ)ની સાથે. જો કે, તેની સાથે તેણે એક નોટમાં લખ્યું હતું કે હજી સુધી અમે લગ્ન નથી કર્યાં. વિક્રાંત અને શીતલે ડિસેમ્બર 2019માં સગાઈ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર ‘અલ્ટ બાલાજી’ની ‘બ્રોકન બટ બ્યુટીફુલ’ વેબ સિરીઝની પ્રથમ સિરીઝમાં એકસાથે કામ કર્યું હતું અને તેની બીજી સિઝનમાં પણ સાથે કામ કર્યું હતું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિક્રાંત મેસી હવે ફિલ્મ ‘લવ હોસ્ટેલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં બોબી દેઓલ અને સાન્યા મલ્હોત્રા પણ લીડ રોલમાં છે. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. તેનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ OTT પ્લેટફોર્મ Zee5 પર સ્ટ્રીમ થશે.