વેડિંગ બેલ્સ:હલ્દી સેરેમનીમાં વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરે ફુલ મસ્તી કરી, કપલ આજે લગ્નના તાંતણે બંધાશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંનેએ વેલેન્ટાઈન ડેના દિવસે રજીસ્ટર્ડ મેરેજ કર્યા હતાં

એક્ટર વિક્રાંત મેસીએ તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે 4 દિવસ પહેલાં વેલેન્ટાઈન ડેના દિવસે રજીસ્ટર્ડ મેરેજ કર્યા હતા. હવે એવા સમાચાર મળ્યા છે કે વિક્રાંત અને શીતલ આજે એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ એક ટ્રેડિશનલ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાશે.

કપલની હલ્દી સેરેમનીનો વીડિયો:

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંનેએ તેમના રિલેશન વિશે ઘણી ઓછી વખતે જાહેરમાં વાત કરી છે, પરંતુ તેઓ સીક્રેટિવ નથી રહ્યા. આજે આ કપલના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર આવી જશે. ચાહકો તેમને દુલ્હા-દુલ્હનનાઆઉટફિટમાં જોવા માટે ઉતાવળા થઇ રહ્યા છે. આજે તેમના લગ્નની ઝલક જોવા મળી શકે છે.

લગ્નમાં ફેમિલી મેમ્બર્સ અને ક્લોઝ ફ્રેન્ડ્સ જ સામેલ થશે
આ સીક્રેટ લગ્નમાં નજીકના સંબંધી અને મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. રજીસ્ટર્ડ મેરેજ પછી તેઓ તેમના નવા ઘરે શિફ્ટ થઇ ગયા છે. વિક્રાંત અને શીતલની સગાઈ નવેમ્બર 2019માં થયા હતા. બંને વર્ષ 2015થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેના પરિવાર તેમના લગ્નથી ઘણા ખુશ છે.

એક પોસ્ટમાં શીતલને પોતાની પત્ની કહી હતી
ગયા વર્ષે એક્ટર વિક્રાંત મેસીએ સોશિયલ મીડિયા પર ઘરની પૂજાનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તેની સાથે માતા અને શીતલ બેઠેલી છે. કેપ્શમમાં વિક્રાંતે લખ્યું, હું મારા મોદક અને પત્ની(બેટર હાફ) સાથે. જો કે, આની સાથે નોટમાં લખ્યું હતું કે, હજુ અમે લગ્ન કર્યા નથી.

ઉલ્લેખનીય છે કે, વિક્રાંત અને શીતલની પ્રથમ મુલાકાત વેબ સિરીઝ બ્રોકન બટ બ્યુટિફુલના સેટ પર થઇ હતી. એ પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા.

અન્ય સમાચારો પણ છે...