તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની વચ્ચે શૂટિંગ:વિક્રમાદિત્ય મોટવાણીના પ્રોજેક્ટ પર કોરોના બેઅસર, મુંબઈમાં 'બોમ્બે ટોકીઝ' સ્ટૂડિયો પર આધારિત વેબ સિરીઝમાં વ્યસ્ત

મુંબઈ5 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

'સેક્રેડ ગેમ્સ' જેવી સફળ વેબ સિરીઝ આપનાર વિક્રમાદિત્ય મોટવાણીનો એપકમિંગ પ્રોજેક્ટ પર હજી સુધી કોરોનાની અસર થઈ નથી. મોટવાણીની વેબ સિરીઝનું નામ 'સ્ટારડસ્ટ' છે. સેટ પર હાજર મોટવાણીના નિકટના સૂત્રોએ કહ્યું હતું કે આ 30ના દાયકાની વાર્તા છે. તે સમયે પ્રતિષ્ઠિત 'બોમ્બે ટોકીઝ સ્ટૂડિયો' તથા પાકિસ્તાનમાં સક્રિય ફિલ્મ સ્ટૂડિયોના પરસ્પરના સંબંધોને સમર્પિત છે. મોટવાણી તથા અતુલ સબ્બરવાલે સાથે મળીને સિરીઝ લખી છે. અતુલ સબ્બરવાલની ગયા વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થયેલી 'ક્લાસ ઓફ 83'ની ઘણી જ ચર્ચા થઈ હતી.

કોરોનાની વચ્ચે વિભિન્ન વિસ્તારમાં શૂટિંગ ચાલુ
સૂત્રોના મતે, 'સ્ટારડસ્ટ'નું શૂટિંગને છ દિવસ થયા છે. કોરોના અંગેના તમામ પ્રતિબંધ હોવા છતાંય મુંબઈના વિવિધ વિસ્તારમાં શૂટિંગ થઈ રહ્યું છે. વાસ્તવમાં આ શો ગયા વર્ષે એપ્રિલમાં શરૂ થવાનો હતો. જોકે, લૉકડાઉનને કારણે ત્યારે શરૂ થયો નહોતો. આ વખતે કોરોના રિટર્નને કારણે ફરીથી મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે, મેકર્સ એકદમ સાવચેતીથી શૂટિંગ કરે છે. ભાંડુપના સ્ટૂડિયોમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું અને હવે ખારમાં શૂટિંગ ચાલુ છે.'

'રામાયણ' ફૅમ અરૂણ ગોવિલ આ શોમાં જોવા મળશે
સૂત્રોના મતે, 'આ શોથી 'રામાયણ' ફૅમ અરૂણ ગોવિલ કમબેક કરે છે. આ વેબસિરીઝમાં અરૂણ ગોવિલ પૃથ્વીરાજ કપૂરના રોલમાં જોવા મળશે. જોકે, અરૂણ ગોવિલે હજી સુધી શૂટિંગ શરૂ કર્યું નથી. તે મે મહિનાથી ટીમને જોઈન કરશે. સિરીઝણાં સિદ્ધાંત ગુપ્તાએ રાજકપૂરનો રોલ પ્લે કર્યો છે. ઓડિશનથી સિદ્ધાંતની પસંદગી કરવામાં આવી હતી. પ્રોસેનજીત ચેટર્જી બોમ્બે ટોકીઝના માલિક હિમાંશુ રોયના રોલમાં છે. અદિતી રાવ હૈદરીએ દેવિકા રાનીનો રોલ પ્લે કર્યો છે. સિરીઝમાં બોમ્બે ટોકીઝની સ્થાપનાથી લઈ પાર્ટિશન સુધીની વાત કરવામાં આવી છે.