તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપવીતી:વિજય રાઝે કહ્યું, 'મારી 23 વર્ષની કરિયર દાવ પર છે, રોજી-રોટી પર અસર પડી તો શું હું વિક્ટિમ નથી?

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

57 વર્ષીય બોલિવૂડ એક્ટર વિજય રાઝ પર થોડાં દિવસ પહેલા જ ક્રૂ મેમ્બરે છેડતીનો આક્ષેપ મૂક્યો હતો. વિજય રાઝની ધરપકડ કરવામાં આવી હતી અને પછી જામીન મળી ગયા હતા. જોકે, હવે તેની 23 વર્ષની કરિયર પર દાવ પર લાગેલી છે. હવે, વિજયે આક્ષેપો પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેણે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની તપાસ પહેલા જ તેને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવ્યો.

'મારે 21 વર્ષની દીકરી છે'
બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં વિજય રાઝે કહ્યું હતું, 'આજે મહિલાઓની સુરક્ષા સૌથી વધુ મહત્ત્વની છે. મારે પણ 21 વર્ષની દીકરી છે. આથી મને પરિસ્થિતિની ગંભીરતા ખબર છે. હું દરેક પ્રકારની તપાસ માટે તૈયાર છું. મારી પાસે શબ્દો નથી. આ પરિસ્થિતિ ખતરનાક છે. મેં ઈન્ડસ્ટ્રીને 23 વર્ષ આપ્યા છે. કરિયર માટે ઘણી જ મહેનત કરી છે. શું કોઈ પણ અન્યની કરિયરને નુકસાન પહોંચાડી શકે છે? કોઈએ કહી દીધું અને તમે માની લીધું કે મેં શોષણ કર્યું હતું?'

'તપાસ પહેલા મને આરોપ બનાવી દેવામાં આવ્યો'
વિજયે આગળ કહ્યું હતું, 'બધા જ બીજા પક્ષની વાત જાણ્યા વગર જ ચુકાદો આપી દે છે. કોઈને ફરક જ નથી પડતો કે કેસનો અંતિમ નિર્ણય શું આવે છે? જોકે, જ્યાં સુધી અંતિમ નિર્ણય નથી આવતો ત્યાં સુધી મને આરોપી બનાવી દેવામાં આવ્યો. હજી તો તપાસ પણ શરૂ થઈ નથી. મારી રોજી-રોટી પર અસર થઈ રહી છે તો શું હું વિક્ટિમ નથી? દિલ્હીમાં રહેતા મારા વૃદ્ધ પિતા તથા દીકરી સમાજમાં શું મોં બતાવશે? આ કોઈ વિચારતું નથી.'

30 લોકોની સામે વિજયે માફી માગી હતી
આ પૂરી ઘટના 30 લોકોની વચ્ચે થઈ હતી. આ તમામ લોકો સેટ પર હાજર હતા. સાક્ષીએ કહ્યું હતું કે તે યુવતી બેઠી હતી ત્યારે વિજયે તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે તેનો હાથ પકડી લીધો હતો. આ કારણે તે યુવતી ગુસ્સે થઈ ગઈ હતી. વર્કપ્લેસ પર કોઈ પણ ફીમેલ કલીગ સાથે આ પ્રકારનો વ્યવહાર કરવો ઠીક નથી. વિજયને ખ્યાલ આવી ગયો કે તેનાથી ભૂલ થઈ છે અને તેણે તરત જ તે યુવતીની માફી માગી હતી. જોકે, તે યુવતી ઘણી જ ઉદાસ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો