તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડે હાલમાં ફિલ્મ 'લાઇગર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આજે (29 જુલાઈ) વિજય તથા અનન્યાએ મુંબઈમાં સવારના સાત વાગે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ સમય દરમિયાન વિજય દેવરાકોંડા સ્લીપરમાં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફિલ્મની ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં પણ વિજય દેવરાકોંડા સ્લીપર પહેરીને આવ્યો હતો.
અનન્યાના ખોળામાં સૂઈ ગયો
લોકલ ટ્રેનની સફર કરતી વખતે વિજય દેવરાકોંડા એક્ટ્રેસ અનન્યા પાંડેના ખોળામાં સૂઈ ગયો હતો. અનન્યાએ સો.મીડિયામાં આ તસવીર શૅર કરી હતી. અનન્યા યલો ક્રોપ ટોપ તથા બેગી ડેનિમમાં જોવા મળી હતી, જ્યારે વિજયે કેઝ્યૂલ બ્લેક ટી શર્ટ સાથે જીન્સ પહેર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ફિલ્મ 'જુગ જુગ જિયો'ની સ્ટાર કાસ્ટ અનિલ કપૂર, વરુણ ધવન તથા કિઆરા અડવાણીએ મુંબઈની મેટ્રોમાં મુસાફરી કરી હતી.
ટ્રેનની સફર કરતાં અનન્યા-વિજય..
25 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે
'લાઇગર'થી વિજય દેવરાકોંડા બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મને પૂરી જગન્નાથે ડિરેક્ટ કરી છે અને કરન જોહરે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મમાં વિજય બોક્સના રોલમાં છે. ફિલ્મ 25 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.
'કૉફી વિથ કરન'માં જોવા મળ્યા હતા
28 જુલાઈના રોજ ટેલિકાસ્ટ થયેલા 'કૉફી વિથ કરન'માં અનન્યા પાંડે તથા વિજય દેવરાકોંડા આવ્યા હતા. આ શોમાં અનન્યા પાંડેએ ક્રશ અંગે વાત કરી હતી. કરન જોહરે અનન્યાને સવાલ કર્યો હતો કે તેને ક્યારેય આર્યન પ્રત્યે ક્રશ હતો કે નહીં? જવાબમાં અનન્યા પાંડેએ કહ્યું હતું કે સુહાનાના મોટાભાઈ આર્યન પર તેને ક્રશ હતો. આ સાંભળીને કરને સામે સવાલ કર્યો હતો કે ક્રશ હોવા છતાંય બંને વચ્ચેની વાત આગળ કેમ ના વધી? તો અનન્યાએ કહ્યું હતું કે આ વાત તો આર્યનને જ પૂછવી જોઈએ.
મિત્રતામાં દરાર પડશે?
કરને અનન્યાને પૂછ્યું હતું કે શનાયા તથા સુહાના ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરવાના છે, ત્યારબાદ પણ તેમની વચ્ચે મિત્રતા રહેશે? અનન્યાએ કહ્યું હતું કે હા, કારણ કે તેઓ માત્ર મિત્રો નથી, પરંતુ પરિવાર છે. તેને વિશ્વાસ છે કે તેમની ફિલ્મ આવ્યા બાદ પણ તેમની મિત્રતામાં કોઈ ફેર પડશે નહીં. શનાયા તથા સુહાનાની સફળતાથી તે ઘણી જ ખુશ થશે. ઉલ્લેખનીય છે કે શનાયા કપૂર ફિલ્મ 'બેધડક'થી ડેબ્યૂ કરવાની છે, જ્યારે સુહાના ખાન 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કરશે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.