ઇન્ટરવ્યૂ:વિદ્યુત જામવાલ 'ખુદા હાફિઝ'માં કોમન મેનની જેમ એક્શન કરશે, બે ફેન્સને ફિલ્મમાં સાથે કામ કરવાની તક આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદ્યુત જામવાલ એકમાત્ર કલાકાર હશે કે જેની બેક ટૂ બેક અઠવાડિયાંમાં બે ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ‘યારા' ગયા અઠવાડિયે Zee5 પર આવી હતી. હવે તેની ફિલ્મ 'ખુદા હાફિઝ' ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી રહી છે. ફિલ્મ રિયલ લાઈફ ઈન્સિડન્ટ પર આધારિત છે. આ ફિલ્મ વિશે વિદ્યુતે ખાસ વાતચીત કરી છે. વાતચીતના મુખ્ય અંશો છે: -

શું કહેવા માગે છે 'ખુદા હાફિઝ'?
એ જ કે તમે તમારા પ્રેમ માટે કેટલી હદ પાર કરી શકો? ક્યાં સુધી તમે જઈ શકો? સૌથી મોટી વાત એ છે કે આ એક ટ્રૂ લવ સ્ટોરી છે. ડાયરેક્ટર ફારુખ કબીરે અખબારમાં એક સમાચાર વાંચ્યા હતા. હૈદરાબાદના એક કપલની સાથે દુર્ઘટના સર્જાઈ હતી. મંદીના કારણે નોકરી જતી રહી હતી. નવી નોકરીની શોધમાં કપલ ગલ્ફના દેશમાં જાય છે. ત્યાં પરિણીત મહિલા ગુમ થઈ જાય છે. તેનો પતિ તેને કેવી રીતે શોધે છે, તેની કહાણી છે. તે બતાવે છે કે, જો કોઈ વ્યક્તિ પરિસ્થિતિની સામે લડવાનું જાણે છે તો તે કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે.

પ્રેમ અને તેની ખુમારીના અહેસાસને કેવી રીતે લાવે છે એક્શન હીરો?
(હસતાં હસતાં) શું એક્શન હીરોને પ્રેમ કરવાનો અધિકાર નથી? વિદ્યુત જામવાલ તો ચટ્ટાન છે, તે આ બધું કરશે નહીં. આવું નથી મારા મિત્રો. મારો રોલ એક સામાન્ય માણસનો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. પત્ની તેના એક દિવસ પહેલાં નોકરી માટે ગલ્ફ દેશમાં જાય છે અને ગુમ થઈ જાય છે. હવે તે તેને શોધવા નીકળે છે. પછી ભલે મને કે તમને એક્શન આવડે છે કે નહીં. તેથી સમીરના પાત્રની જગ્યાએ મેં મારી જાતને રાખી અને કેમેરાની સામે બધી લાગણીઓ વ્યક્ત કરી. એક રીતે, કહીએ તો અહીં અભિનય નથી કર્યો. આ રિયલ ઈમોશન છે. એક ગેંગસ્ટરનું કેરેક્ટર પ્લે કરવાનું હોય તો ત્યાં તમારે ગોળી નથી ચલાવવાની હોતી. ત્યાં તમે અભિનય કરી રહ્યા છો. પરંતુ હું અહીં સમીરના પાત્રને ન્યાય આપી રહ્યો હતો.

રોમેન્ટિક જોનરની કઈ ફિલ્મો ગમે છે?
હિન્દીમાં 'કભી અલવિદા ના કહેના' પસંદ આવી હતી. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' મને વધારે ગમી હતી. મારે ક્યારેક 'ચિત્તચોર' જેવી ફિલ્મ પણ કરવી છે. 'કબીર સિંહ' પણ મને ગમી હતી.

કબીર સિંહની જેમ પ્રેમમાં વિદ્યુત શું કરી શકે છે?
હું 'ખુદા હાફિઝ'નો સમીર છું. હું મારા પ્રેમ માટે જીવ આપી શકું છું અને જીવ લઈ પણ શકું છું. ટિપિકલ વિદ્યુત ફેન્સ માટે ફિલ્મમાં ઘણાં એક્શન છે. હા, અહીં થોડું અલગ છે, કેમ કે હું એક ટ્રેઇન્ડ માર્શલ આર્ટિસ્ટ છું. જ્યારે એક્શન કરું છું તો તે ટેક્નિકલી યોગ્ય હોય છે. જ્યારે મારા પર હુમલો કરે છે, ત્યારે મારું રિએક્શન સ્વાભાવિક જ રહ્યું છે.

'ખુદા હાફિઝ' માટે મારે એક વિચિત્ર કામ કરવું પડ્યું. મારે મારી અગાઉની તમામ તાલીમ અનલર્ન કરવાની હતી. તે વિચિત્ર હતું. પરંતુ સારી વાત એ છે કે મેં બધું ભૂલીને લડવાનું શરૂ કર્યું તો મને સમજાયું કે જંગ લડવા માટે તાકાતની જરૂર નથી હોતી. જનૂન જરૂરી હોય છે. જે અત્યાર સુધી મેં ક્યારેય નથી કર્યું. મેં દેશ માટે લડતી વ્યક્તિની ભૂમિકાઓ ભજવી છે.પણ પ્રેમ માટે જે લડવાનું ગાંડપણ છે તેનાથી અલગ ખુશી મળે છે.

બેર ગ્રિલ્સે PM મોદીનો ઈન્ટરવ્યૂ લીધો હતો, તમે કોનો ઇન્ટરવ્યૂ લેવાનું પસંદ કરશો?
મેં યુટ્યુબ પર શો શરૂ કર્યો છે. તેનું નામ છે ‘એક્સરેડ’. મને જે ગમે છે, હું તેને ફોન કરીને ઈન્ટરવ્યૂ લઈ લઉં છું. અત્યાર સુધી નવ લોકોના ઈન્ટરવ્યુ લીધા છે. તેમાંથી બે રિલીઝ થઈ ગયા છે. આ શૉ અજીબોગરીબ વ્યક્તિત્વો અને બ્રિલિયન્ટ લોકો માટે છે. જેમ કે 'ટોની જા'. તે પોતાની પહેલી જ ફિલ્મથી વર્લ્ડ ફેમસ થઈ ગયો હતો. એવું નહોતું કે તે ઘણી બધી કસરત કરવાથી જ ફેમસ થઈ ગયા. તેમની અંદરની ઈચ્છાશક્તિ હતી, જેને કારણે તેઓ ઉંચાઈઓ સુધી પહોંચી શક્યા. હું આ ઈચ્છાશક્તિ વિશે જાણવા માગતો હતો.

કયા લોકેશન પર શૂટ કરવામાં આવી છે ખુદા હાફિઝ?
અમે ઉઝબેકિસ્તાન, મુંબઇ અને લખનઉમાં શૂટિંગ કર્યું છે. ઉઝબેકિસ્તાનમાં ઘણા ભારતીય સમુદાયો છે. ત્યાં જામવાલિયન્સ ફેન પેજ છે. ત્યાં ઉઝબેકિસ્તાનમાં તે MBBS કરી રહ્યો હતો. તેને ફિલ્મમાં કામ અપાવ્યું. હું લખનઉ ગયો હતો. ત્યાં જામવાલિયન્સ આવ્યા હતા. તેમાંથી બે તો થિયેટરના હતા. ખબર પડી તો તેમને પણ ફિલ્મમાં કામ અપાવ્યું. તેથી દેશ દુનિયામાં મિત્રો મળતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...