એક્ટરની સાદગી:વિદ્યુત જામવાલ તેની ફીમેલ ફેનને પોતાની લક્ઝરી કાર 'એસ્ટન માર્ટિન' માં ડ્રાઈવ પર લઈ ગયો, ફેન્સે કહ્યું- ટ્રુ જેન્ટલમેન

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યુત ટૂંક સમયમાં પોતાની અપકમિંગ એક્શન ફિલ્મ 'ખુદા હાફિઝઃ ચેપ્ટર 2- અગ્નિ પરીક્ષા'માં જોવા મળશે

એક્ટર વિદ્યુત જામવાલ એક્ટિંગ અને એક્શન સિવાય તેની સાદગી માટે પણ જાણીતો છે. હવે તાજેતરમાં વિદ્યુત જામવાલે કંઈક એવું જ કર્યું કે ફેન્સ ફરી એક વખત તેની સાદગીની પ્રશંસા કરી રહ્યા છે. વિદ્યુત એક દિવસ પહેલા પોતાની લક્ઝરી કાર એસ્ટન માર્ટિન DB9ની સાથે મુંબઈમાં સ્પોટ થયો હતો. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. તેમાંથી એક વીડિયોમાં વિદ્યુત પોતાની ડાઈ હાર્ડ ફીમેલ ફેનને કારમાં ડ્રાઈવ પર લઈ જતો જોવા મળ્યો.

પ્રોમિસ કરું છું કે હું તેને ફરીથી લઈ જઈશઃ વિદ્યુત
વીડિયોમાં વિદ્યુત એક બિલ્ડિંગની બહાર પોતાની કારની સામે ફોટોગ્રાફર્સને પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેની એક ફીમેલ ફેન તેની પાસે આવે છે અને પોતાની ફીલિંગ્સ એક્ટરની સામે એક્સપ્રેસ કરે છે કે તે તેની સૌથી મોટી ફેન છે. તેના પછી વિદ્યુત તેને હગ કરે છે અને તેનો હાથ પકડી કારમાં બેસાડે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, પોતાની એસ્ટન માર્ટિન DB9માં ફીમેલ ફેનને ડ્રાઈવ પર લઈ જતા વિદ્યુત ફોટોગ્રાફર્સને કહે છે કે-પ્રોમિસ કરું છું કે હું તેને ફરીથી લઈ જઈશ. વિદ્યુતનો આ વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. તેના પર કમેન્ટ કરી ફેન્સ કહી રહ્યા છે કે વિદ્યુતે યુવતીનો દિવસ સુધારી દીધો. ફેન્સ સહિત ઘણા સેલેબ્સ પણ કમેન્ટ કરી વિદ્યુતની સાદગીની પ્રશંસા કરી રહ્યા છે.

ફેન્સે કહ્યું- મોસ્ટ ડાઉન ટૂ અર્થ સેલિબ્રિટી, ટ્રુ જેન્ટલમેન
એક્ટ્રેસ ફલક નાઝે વીડિયો પર કમેન્ટ કરી લખ્યું, અમેઝિંગ. એક ફેને લખ્યું, લેજેન્ડ omg, આઈ એમ ડેડ, જ્યારે બીજા ફેને કહ્યું, મોસ્ટ ડાઉન ટૂ અર્થ સેલિબ્રિટી. એક અન્ય ફેને તેને ટ્ર્રૂ જેન્ટલમેન કહ્યો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિદ્યુત ટૂંક સમયમાં પોતાની અપકમિંગ એક્શન ફિલ્મ 'ખુદા હાફિઝઃ ચેપ્ટર 2- અગ્નિ પરીક્ષા'માં જોવા મળશે. આ ફિલ્મ 8 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થયેલી વિદ્યુતની એક્શન થ્રિલર 'ખુદા હાફિઝ'ની સીક્વલ છે. 'ખુદા હાફિઝ 2'ને ફારુક કબીરે લખી અને ડાયરેક્ટ પણ કરી છે. આ ફિલ્મમાં વિદ્યુત સિવાય શિવાલિકા ઓબેરોય પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ સિવાય વિદ્યુત 'IB71'માં પણ જોવા મળશે. સંકલ્પ રેડ્ડીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વિદ્યુત સિવાય અનુપમ ખેર પણ લીડ રોલમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...