તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્ફર્મ:વિદ્યુત જામવાલે પ્રેમિકા નંદિતા સાથે સગાઈ કરી, કમાન્ડો સ્ટાઇલમાં કરી જાહેરાત

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યુત જામવાલે પહેલી સપ્ટેમ્બરના રોજ સગાઈ કરી હતી.

બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ તથા નંદિતા મહતાનીએ સગાઈ કરી હોવાની ચર્ચા થોડાં સમયથી થતી હતી. હવે વિદ્યુતે સો.મીડિયામાં સગાઈ કરી હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.

શું કહ્યું?
વિદ્યુત જામવાલે સો.મીડિયામાં બે તસવીર શૅર કરી હતી. પહેલી તસવીરમાં નંદિતા તથા વિદ્યુત દીવાલ પર ક્લાઇમિંગ કરતાં જોવા મળ્યા હતા અને બંનેએ એકબીજાનો હાથ પકડ્યો હતો. બીજી તસવીરમાં બંને તાજ મહલની સામે ઊભા છે. આ તસવીરો શૅર કર્યા બાદ વિદ્યુતે કહ્યું હતું, 'કમાન્ડો સ્ટાઇલમાં કર્યું. 1 સપ્ટેમ્બર, 2021.'

નંદિતાએ પણ તસવીર શૅર કરી
નંદિતાએ પણ સો.મીડિયામાં તસવીર શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'તેને વધુ વાર લટકાવીને રાખવા માગતી નહોતી અને હા પાડી દીધી. 1 સપ્ટેમ્બર, 2021.'

પાંચ મહિના પહેલાં જ સંબંધો બંધાયા
સૂત્રોના મતે, વિદ્યુત જામવાલ તથા નંદિતા પાંચ મહિના પહેલાં જ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. વિદ્યુત જામવાલ તથા નંદિતા વચ્ચે ઉંમરમાં 5 વર્ષનો તફાવત છે. વિદ્યુત 40 વર્ષનો છે અને નંદિતા 45 વર્ષની છે.

થોડાં દિવસ પહેલાં જ આ તસવીરને કારણે સગાઈ કરી હોવાની ચર્ચા થતી હતી.
થોડાં દિવસ પહેલાં જ આ તસવીરને કારણે સગાઈ કરી હોવાની ચર્ચા થતી હતી.

સગાઈની ચર્ચા થતાં સૌ પહેલાં નેહા ધૂપિયાએ શુભેચ્છા પાઠવી હતી

નેહા ધૂપિયાની સો.મીડિયા પોસ્ટ
નેહા ધૂપિયાની સો.મીડિયા પોસ્ટ

સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા
ઉલ્લેખનીય છે કે નંદિતાએ દિલ્હી સ્થિત બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જોકે, ટૂંક સમયમાં જ બંનેના ડિવોર્સ થયા હતા. સંજય કપૂરે પછી બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પણ લાંબો સમય ટક્યા નહોતા અને બંને અલગ થયા હતા. સંજય કપૂરે ત્રીજા લગ્ન પ્રિયા ચટવાલ સાથે કર્યા હતા. ડિવોર્સ બાદ નંદિતાના સંબંધો લાંબા સમય સુધી એક્ટર ડિનો મોરિયા સાથે રહ્યા હતા.

વિદ્યુતના સંબંધો મોના સિંહ સાથે હતા
વિદ્યુતના સંબંધો ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ મોના સિંહ સાથે હતા. જોકે, 2 વર્ષ બાદ આ સંબંધો ખરાબ રીતે તૂટ્યા હતા.મોનાએ ડિસેમ્બર, 2019માં શ્યામ ગોપાલન સાથે લગ્ન કર્યા હતા.

વિદ્યુત જામવાલ માર્શલ આર્ટ્સમાં માહેર છે.
વિદ્યુત જામવાલ માર્શલ આર્ટ્સમાં માહેર છે.

વિદ્યુત જામવાલે જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ 'ફોર્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'બુલેટ રાજા', 'બાદશાહો', 'કમાન્ડો' જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. ગયા વર્ષે વિદ્યુતની ફિલ્મ 'ખુદા હાફિઝ' તથા 'ધ પાવર' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. હવે તે 'ખુદા હાફિઝ 2' તથા 'આઇબી 71'માં જોવા મળશે. આ ઉપરાંત તે 'સનક'માં કામ કરી રહ્યો છે.