અપીલ / વિદ્યા બાલને ચાહકોને અફવા વાઈરસથી દૂર રહેવાની વિનંતી કરી

Vidya Balan urged fans to stay away from the Afwah Virus
X
Vidya Balan urged fans to stay away from the Afwah Virus

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 06:51 PM IST

મુંબઈ. બોલિવૂડ સેલેબ્સ કોરોનાવાઈરસને લઈ સતત ચાહકોને જાગૃત કરી રહ્યાં છે. આ મુશ્કેલ સમયમાં સોશિયલ મીડિયામાં કોરોનાવાઈરસને લઈ ઘણાં ફૅક ન્યૂઝ જોવા મળે છે. આ વાતને લઈ વિદ્યા બાલને એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં વિદ્યા બાલને કહ્યું હતું કે અફવા વાઈરસથી દૂર રહેવાની જરૂર છે. 

વીડિયો શૅર કરીને આ વાત કહી
વિદ્યા બાલને વીડિયો શૅર કરીને કહ્યું હતું, અફવા વાઈરસ, એક નવો વાઈરસ વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. તે વધુ નુકસાન કરે તે પહેલાં જ તેને અટકાવી દઈએ. વીડિયોમાં વિદ્યા બાલન તથા એક્ટર માનવ કૌલ સોશિયલ મીડિયામાં ફૅક મેસેજ તથા ફૅક ન્યૂઝ ના ફેલાવવા તેને લઈને લોકોને માહિતગાર કરે છે. આ પ્રકારના મેસેજ તથા ન્યૂઝ વાઈરલ કરવા બીજા માટે કેટલું જોખમી બની શકે છે તે વાત કહે છે. વીડિયોમાં વિદ્યા તથા માનવ કે છે કે સોશિયલ મીડિયા અફવા વાઈરસનો રેડ ઝોન છે. અહીંયા આવેલા કોઈ પણ ન્યૂઝને એકવાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પર અથવા તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થકેર સાથે ક્રોસ ચેક કરો. વિદ્યાએ મોબાઈલ ફોનથી દૂર રહેવાની અપીલ કરે છે. કોરોના તો ફેલાઈ ગયો પણ અફવા વાઈરસને ફેલવા નહીં દઈએ. 

વિદ્યા બાલનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘શકુંતલા દેવી’ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે. હજી સુધી ડેટ અનાઉન્સ કરવામાં આવી નથી. આ ફિલ્મને અનુ મેનને ડિરેક્ટ કરી છે અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ તથા વિક્રમ મલ્હોત્રાએ પ્રોડ્યૂસ કરી છે. માનવ કૌલ તથા વિદ્યા બાલને ફિલ્મ ‘તુમ્હારી સુલુ’માં સાથે કામ કર્યું હતું. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી