વાઇરલ વીડિયો:કોકટેલ પાર્ટીમાં વિદ્યા બાલન ઉપ્સ મોમેન્ટનો ભોગ બની, સાડીનો છેડો નીકળી ગયો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં ફિલ્મમેકર ગુનીત ગોંગા તથા સની કપૂરની પ્રી વેડિંગ કોકટેલ પાર્ટી હાલમાં જ યોજાઈ હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. કોંકણા સેન, કરન જોહર, ભાવના પાંડે, સંજય તપૂર, ચંકી પાંડે સહિતના સેલેબ્સ આવ્યા હતા. વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે આવી હતી. વિદ્યા બાલન જ્યારે વેન્યૂની અંદર આવતી હતી ત્યારે તે વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની હતી.

શું થયું વિદ્યા બાલન સાથે?
વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ સાથે ગુનીત મોંગાની કોકટેલ પાર્ટીમાં આવી હતી. વિદ્યા બાલન હંમેશાંની જેમ સાડીમાં જોવા મળી હતી. વિદ્યા બાલન જ્યારે એન્ટ્રી કરતી હતી ત્યારે ત્યાં કેટલાક લોકો ઊભા હતા અને મીડિયા પણ હતું. આ દરમિયાન સતીશ કૌશિક બહાર આવતા હતા અને એક્ટ્રેસ પતિ સાથે અંદર જતી હતી. આ સમયે સતીશના હાથમાં વિદ્યા બાલનની સાડીનો પાલવ આવી જાય છે. પાલવ ખેંચાઈ જાય છે અને સાડીની પાટલી નીકળી જાય છે.

સાડીની પ્લેટ્સ નીકળી ગઈ
વિદ્યા બાલન સાડી પહેરવામાં માહેર છે. એક્ટ્રેસે તરત જ સાડી સંભાળી લીધી હતી અને પ્લેટ્સ લઈ લીધી હતી. જોકે, આ વીડિયો વાઇરલ થતાં જ સો.મીડિયા યુઝર્સે સતીશ કૌશિકને ખરું-ખોટું સંભળાવ્યું હતું.

યુઝર્સ નારાજ થયા
સો.મીડિયામાં વીડિયો વાઇરલ થતાં યુઝર્સ નારાજ થયા હતા. એક યુઝરે કહ્યું હતું કે તે વ્યક્તિએ માફી પણ ના માગી અને ત્યાંથી જતો રહ્યો. આ ખોટું છે. અન્ય એકે કહ્યું હતું કે શું માણસ છે યાર આ તો. જાણી જોઈને પાલવ પકડ્યો. અન્ય એકે કહ્યું હતું કે આ વ્યક્તિ ઘણો જ ખરાબ છે.

કોણ કોણ કોકટેલ પાર્ટીમાં આવ્યું હતું?
કોકટેલ પાર્ટીમાં સોનાલી બેન્દ્રે-ગોલ્ડી બહલ, સાન્યા મલ્હોત્રા, રિયા ચક્રવર્તી, નીના ગુપ્તા, રેણુક શહાણે-આશુતોષ રાણા, અભિષેક બેનર્જી, અમૃતા પુરી, મૌની રોય, દિવ્યા દત્તા, આહના કુમરા, તાહિરા કશ્યપ, સયાની ગુપ્તા સહિતના સેલેબ્સ આવ્યા હતા.

ડાબેથી, આશુતોષ રાણા, રેણુકા શહાણે, વિદ્યા બાલન, સિદ્ધાર્થ રોય કપૂર.
ડાબેથી, આશુતોષ રાણા, રેણુકા શહાણે, વિદ્યા બાલન, સિદ્ધાર્થ રોય કપૂર.
ડાબેથી, સોનાલી બેન્દ્ર, મૌની રોય, આહના કુમરા, દિવ્યા દત્તા, નીના ગુપ્તા, રિયા ચક્રવર્તી.
ડાબેથી, સોનાલી બેન્દ્ર, મૌની રોય, આહના કુમરા, દિવ્યા દત્તા, નીના ગુપ્તા, રિયા ચક્રવર્તી.
ડાબેથી, પત્રલેખા, તાહિરા કશ્યપ, સાન્યા મલ્હોત્રા, સયાની ગુપ્તા, માનવી ગાગરુ.
ડાબેથી, પત્રલેખા, તાહિરા કશ્યપ, સાન્યા મલ્હોત્રા, સયાની ગુપ્તા, માનવી ગાગરુ.
ડાબેથી, કરન જોહર, ભાવના પાંડે, સંજય કપૂર, નેહા ધૂપિયા, ચંકી પાંડે.
ડાબેથી, કરન જોહર, ભાવના પાંડે, સંજય કપૂર, નેહા ધૂપિયા, ચંકી પાંડે.
કોંકણા સેન શર્મા.
કોંકણા સેન શર્મા.
એકતા કપૂર તથા ગુનીત-સની.
એકતા કપૂર તથા ગુનીત-સની.
યુવિકા ચૌધરી.
યુવિકા ચૌધરી.

ગુનીતની પ્રી વેડિંગ ફંક્શનની ખાસ તસવીરો....

મહેંદી સેરેમનીમાં ગુનીત.
મહેંદી સેરેમનીમાં ગુનીત.
મહેંદી સેરેમનીમાં ગુનીત તથા સની.
મહેંદી સેરેમનીમાં ગુનીત તથા સની.
મહેંદી સેરેમનીમાં ગુનીત પોતાના હાથની મહેંદી બતાવતી.
મહેંદી સેરેમનીમાં ગુનીત પોતાના હાથની મહેંદી બતાવતી.
શગનની સેરેમની દરમિયાન ગુનીત તથા સની.
શગનની સેરેમની દરમિયાન ગુનીત તથા સની.
સંગીત સેરેમનીમાં ગુનીત તથા સની.
સંગીત સેરેમનીમાં ગુનીત તથા સની.
હલ્દી સેરેમનીમાં ગુનીત-સની.
હલ્દી સેરેમનીમાં ગુનીત-સની.

કોણ છે ગુનીત મોંગા?
ગુનીત મોંગા એકેડેમી અવૉર્ડ વિનિંગ શોર્ટ ફિલ્મ 'કવિ'ની એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર છે. ગુનીતના પ્રોડક્શન હાઉસે 'લંચબોક્સ', 'ગેંગ્સ ઓફ વાસેપુર 1-2', 'પેડલર્સ', 'મિકી વાઇરસ', 'મસાન', 'ઝુબાન' જેવી ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...