તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓસ્કર 2021:વિદ્યા બાલન, એકતા કપૂર તથા શોભા કપૂર ઓસ્કરમાં વોટિંગ કરી શકશે, એકેડેમીએ વિશ્વભરમાં 395 લોકોની પસંદગી કરી

મુંબઈ2 મહિનો પહેલા
  • આ પહેલાં પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, ઈરફાન ખાન, અમિતાભ બચ્ચન, આમિર ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાને ઓસ્કરમાં વોટિંગ કર્યું હતું

'શેરની'ની એક્ટ્રેસ વિદ્યા બાલન ગ્લોબલ પ્લેટફોર્મ પર છવાઈ છે. ઓસ્કરની ગવર્નિંગ બૉડી મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે વિશ્વભરના 395 લોકોને વોટિંગ માટે પસંદ કર્યા છે. 2021નું આ સ્પેશિયલ ગ્રુપમાં 46% મહિલાઓ, 39% લઘુમતી પ્રતિનિધિત્વ કરનાર જાતીય સમુદાયો તથા 53% આંતરરાષ્ટ્રીય લોકો સામેલ છે. આ 395 લોકો 50 દેશમાંથી પસંદ કરવામાં આવ્યા છે.

એકતા કપૂર તથા શોભા કપૂર પણ સામેલ
વિદ્યા બાલન ઉપરાંત એકતા કપૂર તથા તેની માતા શોભા કપૂરની પણ પસંદગી કરવામાં આવી છે. વિદ્યા બાલનને 'તુમ્હારી સુલુ' તથા 'કહાની'ને કારણે અલગ ઓળખ મળી છે. એકતા કપૂરને 'ડ્રીમ ગર્લ' તથા 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ' માટે તો શોભા કપૂરને 'ઉડતા પંજાબ' તથા 'ધ ડર્ટિ પિક્ચર'ને કારણે પસંદ કરવામાં આવ્યા છે.

આ કારણે આટલા મોટા ફેરફાર થઈ રહ્યા છે
આ ઉપરાંત વિશ્વભરમાં જે અન્ય એક્ટર્સને એકેડેમીમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, તેમાં રોબર્ટ પેટિનસન, લાવર્ન કોક્સ, વેનેસા કિબ્રી, સ્ટીવન યેઉન સામેલ છે. ડિરેક્ટર્સમાં કેથી યાન, જોનાથન ગ્લેઝર તથા અન્ય નામો છે. એકેડેમી મોટાપાયે ફેરફાર કરી રહી છે, જેને કારણે વોટિંગ પેનલમાં વિવિધતા જોવા મળે. જોકે, એકેડેમીએ ટીકા બાદ આ ફેરફાર કર્યા છે.

અત્યાર સુધી આ ભારતીય સ્ટાર્સે વોટિંગ કર્યું છે
વિદ્યા બાલન, શોભા કપૂર, એકતા કપૂર પહેલાં ઘણાં સ્ટાર્સે ઓસ્કરમાં વોટિંગ કર્યું છે, જેમાં પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, ઈરફાન ખાન, અમિતાભ બચ્ચન, આમિર ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન તથા ફિલ્મ પ્રોડ્યૂસર ગૌતમ ઘોષ તથા બુદ્ધદેવ દાસગુપ્ત સામેલ છે.