ટીઝર આઉટ:વિદ્યા બાલન અને શેફાલી શાહ સ્ટારર 'જલસા'નું ટીઝર આઉટ, 18 માર્ચે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિદ્યા બાલન અને શેફાલી શાહ સ્ટારર 'જલસા'નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 18 માર્ચે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. આ વાતની જાણકારી ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. જલસાને સુરેશ ત્રિવેણીએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં માનવ કૌલ, ઈકબાલ ખાન, શ્રીકાંત મોહન યાદવ અને શફીન પટેલ જોવા મળશે.

જલસાના ટીઝરની શરૂઆત એક વોઈસ ઓવરની સાથે થાય છે, જેમાં અવાજ આવે છે- ‘એક સ્ટોરી છે. ’. તેના પછી એક સીન આવે છે, જેમાં એક કપલ સ્કૂટી પર ફરતું દેખાય છે, તેની પાછળ એક કાર હોય છે અને ક્રેશના અવાજની સાથે સીન પૂરો થઈ જાય છે. તેના પછી વિદ્યા બાલન અને શેફાલી શાહ આવે છે, જેમના ચહેરા પર ઈન્ટેન્સ ઈમોશન જોવા મળે છે. જલસાની કહાની વિદ્યા અને શેફાલીની ભૂમિકાની આસપાસ ફરે છે.

વિદ્યા બાલન આ પ્રોજેક્ટ સાથે જોડાઈને ખૂબ જ ખુશ છે, અભિનેત્રીએ કહ્યું, ‘હું ફરીથી સુરેશ સાથે જોડાઈને ખૂબ જ ઉત્સાહિત છું. ‘તુમ્હારી સુલુ’ એક અનોખો, મનોરંજક અનુભવ હતો અને મને આશા છે કે 'જલસા' પણ મારા માટે કંઈક અલગ અનુભવ હશે.’ બીજી બાજુ શેફાલી શાહે કહ્યું કે, ‘હું વિદ્યા બાલન જેવી અદ્ભુત અભિનેત્રી સાથે કામ કરીને ઘણી ખુશ છું.’