બોલિવૂડ ફરી શોકગ્રસ્ત:વિધુ વિનોદ ચોપરાના મોટાભાઈ વીરનું કોરોનાથી અવસાન, હૉરર ફિલ્મ માટે લોકપ્રિય કુમાર રામસેનું પણ નિધન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિધુ વિનોદ ચોપરાના મોટાભાઈ વીર ચોપરા - Divya Bhaskar
વિધુ વિનોદ ચોપરાના મોટાભાઈ વીર ચોપરા
  • કુમાર રામસેનું 85 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે અવસાન થયું
  • વીર ચોપરાને માલદીવમાં કોરોનાનો ચેપ લાગ્યો હતો

એક બાજુ બોલિવૂડ દિલીપ કુમારના અવસાનના શોકમાં ડૂબેલું છે. તો બીજી બાજુ વધુ એક બોલિવૂડ હસ્તીનું કોરોનાને કારણે નિધન થયું હતું. ફિલ્મ પ્રોડ્યૂસર વિધુ વિનોદ ચોપરાના મોટાભાઈ વીર ચોપરાનું અવસાન થયું છે. આ ઉપરાંત હૉરર ફિલ્મ માટે લોકપ્રિય રામસે બ્રધર્સના સૌથી મોટાભાઈ કુમાર રામસેનું 85 વર્ષની ઉંમરમાં નિધન થયું છે.

3 અઠવાડિયા સુધી કોરોના સામે ઝઝૂમ્યા
રિપોર્ટ પ્રમાણે, વીર ચોપરા માલદીવમાં વેકેશન મનાવવા ગયા તે દરમિયાન કોરોના થયો હતો. ત્રણ અઠવાડિયા સુધી કોમ્પ્લિકેશન સામે ઝઝૂમ્યા હતા અને તેમણે બુધવાર (સાત જુલાઈ)ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. વીર ચોપરાએ ભાઈ વિધુ વિનોદ સાથે અનેક ફિલ્મમાં ક્રિએટિવ પ્રોડ્યૂસર તરીકે કામ કર્યું છે. તેમણે ફિલ્મ 'કરીબ'થી કામ કરવાની શરૂઆત કરી હતી. તેઓ 'મુન્નાભાઈ MBBS', 'લગે રહો મુન્નાભાઈ', '3 ઇડિયટ્સ' જેવી ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યૂસર હતા.

2015માં રિલીઝ થયેલી ફિલ્મ 'બ્રોકન હોર્સિસ' તેમનો લાસ્ટ પ્રોજેક્ટ હતો. વીરની પત્ની નમિતા નાયક ચોપરાએ સાઉન્ડ ડિઝાઈનર તરીકે કામ કર્યું છે.

રામસે બ્રધર્સ- કુમાર, કેશુ, તુલીસ, કરણ, કિરણ, શ્યામ, ગુંગુ અને અર્જુન
રામસે બ્રધર્સ- કુમાર, કેશુ, તુલીસ, કરણ, કિરણ, શ્યામ, ગુંગુ અને અર્જુન

હાર્ટ અટેકને કારણે કુમાર રામસેનું નિધન
કુમાર રામસેનું ગુરુવાર (8 જુલાઈ)ના રોજ હાર્ટ અટેકને કારણે 85 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. તેમણે રિશી કપૂરની ફિલ્મ 'ખોજ' સહિત રામસે બ્રધર્સની અનેક હૉરર ફિલ્મ લખી હતી. તેમના મોટા દાકરી ગોપાલના મતે, કુમારે ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

ગોપાલે કહ્યું હતું, 'આજે સવારે સાડા પાંચ વાગે હાર્ટ અટેકને કારણે પિતાનું નિધન થયું હતું. તેમનું નિધન ઘણી જ શાંતિથી થયું હતું. અંતિમ સંસ્કાર 12 વાગે કરવામાં આવ્યા હતા.'

કુમાર રામસે બ્રધર્સમાંથી સૌથી માટો હતા. 70-80ના દાયકામાં તેઓ ઓછા બજેટમાં હૉરર ફિલ્મ બનાવતા હતા. કુમારની ફિલ્મમાં 'પુરાના મંદિર', 'સાયા', 'ખોજ', 'ઔર કૌન', 'દહશત' જેવી ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી. કુમારના પરિવારમાં પત્ની શીલા તથા ત્રણ દીકરા રાજ, ગોપાલ તથા સુનીલ છે.