કેટરીના કૈફ પ્રેગ્નન્ટ છે?:વિકી કૌશલની પત્ની લાંબા સમયથી લાઇમલાઇટથી દૂર છે, ચાહકોમાં પ્રેગ્નન્સીની ચર્ચા

મુંબઈ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ અંગે એક ચર્ચા ચાલી રહી છે કે તે પ્રેગ્નેન્ટ છે. આ જ કારણે તે આજકાલ લાઇમલાઇટથી દૂર રહે છે. કેટરીના છેલ્લે 25 મે, 2022ના રોજ કરન જોહરની 50મી બર્થ પાર્ટીમાં જોવા મળી હતી. ત્યારબાદ તે કોઈ પાર્ટી કે એરપોર્ટ પર જોવા મળી નથી. આટલું જ નહીં તે સો.મીડિયામાં પણ ખાસ એક્ટિવ નથી.

કરન જોહરની 50મી બર્થડે પાર્ટીમાં વિકી-કેટ.
કરન જોહરની 50મી બર્થડે પાર્ટીમાં વિકી-કેટ.

કેટરીના જન્મદિવસ પર જાહેરાત કરે તેવી શક્યતા
'ઇ ટાઇમ્સ'એ કેટલાંક લોકોને સવાલ કર્યો હતો કે કેમ કેટરીના કૈફ લાઇમલાઇટથી દૂર છે? જેના જવાબમાં અનેક ચાહકોએ કહ્યું હતું કે એક્ટ્રેસ કદાચ પ્રેગ્નન્ટ છે. ચાહકોએ કહ્યું હતું કે વિકી તથા કેટરીના ટૂંક સમયમાં પ્રથમ બાળકના પેરેન્ટ્સ બનશે. તો એક ચાહકે કહ્યું હતું કે કેટરીના 16 જુલાઈ પોતાના જન્મદિવસ પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી શકે છે.

ત્રણ મહિના પહેલાં પ્રેગ્નન્સીની અફવા ઉડી હતી
સો.મીડિયામાં કેટરીના કૈફનો મુંબઈ એરપોર્ટનો વીડિયો વાઇરલ થયો હતો. કેટરીના એરપોર્ટથી પોતાની કારમાં બેસવા જતી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે કેટરીનાના ફોટો-વીડિયો લીધો હતો. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં ચાહકો ચર્ચા કરવા લાગ્યા હતાં કે એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે. જોકે, પછી એક્ટ્રેસની ટીમે સ્પષ્ટતા કરી હતી કે કેટરીના પ્રેગ્નન્ટ નથી.

ગયા વર્ષે લગ્ન કર્યા
કેટરીના કૈફે ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ વિકી કૌશલ સાથે સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન કર્યા હતા.

કેટરીનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે 'ટાઇગર 3' તથા 'મેરી ક્રિસમસ'ના શૂટિંગ પૂરું કર્યું છે. કેટરીનાની ફિલ્મ 'ફોન ભૂત' રિલીઝ માટે તૈયાર છે. વિકી કૌશલે સારા અલી સાથે 'પ્રોડક્શન નંબર 25'નું શૂટિંગ કર્યું હતું. આ ઉપરાંત તે 'ગોવિંદા નામ મેરા', 'ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી' તથા લક્ષ્મણ ઉતેકરની અનટાઇટલ્ડ મૂવીમાં જોવા મળશે.