ભાસ્કર એક્સક્લૂઝિવ:વિકી કૌશલની માસીયાઈ બહેનનો દાવો- 'વિકી-કેટરીના લગ્ન કરવાના નથી, મીડિયામાં માત્ર અફવા ચાલે છે'

મુંબઈ3 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
  • વિકીની બહેને કહ્યું, હજી સુધી તો કંકોત્રી વહેંચવાનું શરૂ જ નથી કર્યું

વિકી કૌશલ તથા કેટરીના કૈફના લગ્ન અંગે જોરશોરથી ચર્ચા થઈ રહી છે. કેટરીના-વિકી રાજસ્થાનમાં લગ્ન કરશે તેવી વાતો થઈ રહી છે. જોકે, દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં વિકી કૌશલની માસીયાઈ બહેન ડૉક્ટર ઉપાસના વોહરાએ કંઈક અલગ જ વાત કરી છે.

શું કહ્યું ઉપાસના?
ડૉ. ઉપાસનાએ કહ્યું હતું કે તેના ભાઈ વિકીના લગ્ન નથી. કેટરીના કૈફ સાથે કોઈ લગ્નની વાત જ નથી. તૈયારીથી લઈ લગ્નની તારીખ સહિતની વાતો માત્ર ને માત્ર મીડિયા રૂમર છે. આવું જ્યારે પણ કંઈ થશે ત્યારે તેઓ સામે આવીને જાહેરાત કરશે. બોલિવૂડમાં અવારનવાર અફવા થતી રહે છે. પછી ખ્યાલ આવે કે વાત તો કંઈ જ અલગ જ હતી. બસ આ લગ્ન પણ ટેમ્પરરી રૂમર્સ છે.

હાલમાં જ ભાઈ સાથે વાત થઈ
વધુમાં ડૉ. ઉપાસનાએ કહ્યું હતું કે તેણે હાલમાં જ ભાઈ સાથે વાત કરી હતી અને તેણે આવું કંઈ જ હોવાનો ઈનકાર કર્યો હતો. હાલમાં તે આ મુદ્દે કોઈ વધુ વાત કરવા માગતી નથી. જોકે, લગ્ન ફાઇનલ થયા નથી.

ગુપ્તતા જાળવા માટે પરિવારે ઈનકાર કર્યો
ઉલ્લેખનીય છે કે ડૉક્ટર ઉપાસનાના લગ્ન આ વર્ષે જુલાઈમાં થયા હતા. વિકી કૌશલ ભાઈ સની સાથે લગ્નમાં હાજર રહ્યો હતો. લગ્નની કેટલીક વિધિમાં વિકી કૌશલ તથા સની કૌશલ જોવા મળ્યા હતા. જોકે, એક્સપર્ટ્સના મતે, વિકી તથા કેટરીના લગ્નની વાત તમામથી છુપાવીને રાખવા માગે છે અને તેથી જ પરિવારને કંઈ જ કહેવાની ના પાડી હોય તે વાત શક્ય છે.

કોર્ટ મેરેજ કરે તેવી શક્યતા
વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, કેટરીના કૈફ તથા વિકી કૌશલ મુંબઈમાં કોર્ટ મેરેજ કરી શકે છે. માનવામાં આવે છે કે બંને આવતા અઠવાડિયે જ કોર્ટ મેરેજ કરશે. વિકી તથા કેટ પોતાના લગ્નના ઘણાં જ સીક્રેટ રાખવા માગે છે અને તેથી જ તેમણે હજી સુધી લગ્નની વાત ઓફિશિયલ કરી નથી. નિકટના મિત્રના મતે, કેટરિના તથા વિકી રાજસ્થાનમાં બે વિધિથી લગ્ન કરવાના છે.

રાજસ્થાનમાં લગ્ન
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં બંનેના લગ્નની તૈયારી જોરશોરથી થઈ રહી છે. ચૌથ માતા ટ્રસ્ટ તથા હોટલ શિવપ્રિયા પેલેસમાં 42 રૂમ બુકિંગ કરવામાં આવ્યા છે. હવે સવાઈ માધોપુર, રણથંભોર રોડ પર આવેલી ફાઇવ સ્ટાર હોટલ તાજ તથા ધ ઓબેરોય પણ બુક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઇવેન્ટ કંપની તરફથી હોટલ રેજન્સી તથા સવાઇ વિલાસ સાથે વાતચીત થઈ રહી છે. હોટલ રેજન્સીમાં 60 રૂમ બુક કર્યા હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...