ઇન ટુ ધ વાઇલ્ડ:વિકી કૌશલ લગ્ન પહેલાં બેયર ગ્રિલ્સના શોમાં જોવા મળશે, ચાહકોએ કહ્યું- બેચલરેટ મનાવવાની સારો કીમિયો છે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રજનીકાંત, અક્ષય કુમાર, અજય દેવગન જેવા સ્ટાર બાદ હવે વિકી કૌશલ બેયર ગ્રિલ્સના શો 'ઇન ટુ ધ વાઇલ્ડ' શોમાં જોવા મળશે. વિકી કૌશલનું પોસ્ટર રિલીઝ થતાં જ સો.મીડિયામાં યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એક ચાહકે મજાકમાં કહ્યું હતું કે બેચલર પાર્ટી મનાવવાનો આ સારો કીમિયો છે. ઉલ્લેખનીય છે કે વિકી તથા કેટરીનાના લગ્નની ચર્ચા થઈ રહી છે.

વિકીએ પોસ્ટર શૅર કર્યું
વિકીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. વિકીએ કેપ્શનમાં કહ્યું હતું, 'લાઇફનું સૌથી મોટું એડવેન્ચર તથા તે પણ સર્વાઇવલ એક્સપર્ટ બેયર ગ્રિલ્સની સાથે. ચાલો જોઈએ કે બેયર ગ્રિલ્સે મારા માટે શું પ્લાન કર્યું છે. શો 'ઇન ટુ ધ વાઇલ્ડ'નું પ્રીમિયર 12 નવેમ્બરે થશે.'

ચાહકોએ કમેન્ટ્સ કરી
વિકીએ સો.મીડિયા પોસ્ટ શૅર કર્યા બાદ ચાહકોએ અઢળક કમેન્ટ્સ કરી હતી. એક ચાહકે મજાકમાં કહ્યું હતું કે બેચલર પાર્ટી સેલિબ્રેટ કરવાની અલગ જ રીત છે. અન્ય એકે કહ્યું હતું કે આ તમામ એડવેન્ચર લગ્ન પહેલાં જ કરી લો. એકે બેયર ગ્રિલ્સને એવો સવાલ કર્યો હતો કે અત્યાર સુધી કેમ બોલિવૂડ એક્ટ્રેસને લીધી નથી?

ડિસેમ્બરમાં લગ્ન
મીડિયા રિપોર્ટ પ્રમાણે વિકી તથા કેટરીના આ વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનમાં લગ્ન કરશે તેવી ચર્ચા છે.