વિકી-કેટનું ડ્રીમ હોમ:લગ્નના 10 દિવસ બાદ વિકી કૌશલ-કેટરીના નવા ઘરમાં રહેવા ગયા, પંડિતે પૂજા કરાવી ને પેરેન્ટ્સે આશીર્વાદ આપ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકી કૌશલ તથા કેટરીના કૈફ ક્રિકેટર વિરાટ કોહલીના પડોશી બન્યા

વિકી કૌશલ તથા કેટરીના કૈફે 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. લગ્નના 10 દિવસ બાદ બંનેએ નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો છે. પંડિતે નવા ઘરમાં પૂજા કરાવી હતી. વિકી કૌશલના પેરેન્ટ્સ શામ કૌશલ તથા વીણા કૌશલ પણ પૂજામાં હાજર રહ્યા હતા. વિકીનું આ ઘર સી-ફેસિંગ છે અને 5 હજાર સ્કેવર ફુટમાં ફેલાયેલું છે.

વિરાટ-અનુષ્કાના પડોશી
કેટરીના તથા વિકી કૌશલ ક્રિકેટર વિરાટ કોહલી તથા અનુષ્કા શર્માના પડોશી બન્યા છે. અનુષ્કાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. અનુષ્કાએ કહ્યું હતું, 'તમારા જેવા બંને સુંદર માણસોને શુભેચ્છા. આશા છે કે તમે બંને ઘણી જ સમજદારીથી જીવનભર સાથે રહેશો. હું આ વાતથી ઘણી જ ખુશ છું કે અંતે તમારા લગ્ન થઈ ગયા. હવે તમે બંને નવા ઘરમાં જલ્દીથી આવો, જેથી અમારે હવે કન્સ્ટ્રક્શનનો અવાજ સાંભળવો ના પડે.'

વિકી-કેટ મહિને આઠ લાખનું ભાડું ભરશે
વિકી કૌશલે જુલાઈ, 2021માં મુંબઈના જુહુમાં આવેલા રાજમહલ અપાર્ટમેન્ટમાં ઘર ભાડે લીધું છે. વિકીએ આઠમા ફ્લોર પર ઘર લીધું છે. વિકીએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 1.75 કરોડ રૂપિયા આપ્યા છે. વિકીએ પાંચ વર્ષ માટે આ ઘર ભાડે લીધું છે. શરૂઆતના ત્રણ વર્ષ માટે ભાડું 8 લાખ રૂપિયા છે. ચોથા વર્ષે 8.40 અને પાંચમા વર્ષે 8.82 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે. આ જ ફ્લેટમાં અનુષ્કા-વિરાટ રહે છે.

વિકી કૌશલે શૂટિંગ શરૂ કર્યું
વિકી કૌશલે લગ્નના નવ દિવસ બાદ જ શૂટિંગ શરૂ કરી દીધું છે. વિકી કૌશલ એક્ટ્રેસ સારા અલી ખાન સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. વિકી આ ફિલ્મના શૂટિંગ અર્થે મધ્યપ્રદેશ પણ જશે. કેટરીના આવતા વર્ષે 'ટાઇગર 3'નું શૂટિંગ શરૂ કરશે.