તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ લાઇફ:વિકી કૌશલે બે કરોડ રૂપિયાની બ્રાન્ડ ન્યૂ લક્ઝૂરિયસ કાર રેન્જ રોવર ખરીદી

મુંબઈ23 દિવસ પહેલા
  • અઠવાડિયા પહેલાં વિકી કૌશલ આ નવી કાર લઈને કેટરીના કૈફને મળવા ગયો હતો

બોલિવૂડ એક્ટર વિકી કૌશલે હાલમાં જ પોતાના માટે એક બ્રાન્ડ ન્યૂ કાર ખરીદી હતી. વિકીએ સો.મીડિયામાં નવી કારની તસવીર શૅર કરી હતી. જોકે, વિકી 29 જૂનના રોજ કથિત પ્રેમિકા કેટરીના કૈફને મળવા ગયો ત્યારે આ જ કાર લઈને ગયો હતો.

વિકીએ બે કરોડની કાર ખરીદી
વિકીએ લેન્ડ રોવર રેન્જ રોવર કાર ખરીદી છે. આ કારની કિંમત અંદાજે 2 કરોડ રૂપિયાનું હોવાનું ચર્ચાય છે.

તસવીર શૅર કરીને વિકીએ આ વાત કહી
વિકી કૌશલે રેન્જ રોવર સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'વેલકમ હોમ.' વિકી કેઝ્યુઅલ ટી-શર્ટ, જીન્સ તથા કલરફૂલ સ્નીકર્સમાં છે. વિકી કૌશલના આ સ્નીકર્સની કિંમત 21,160 રૂપિયા છે.

સેલેબ્સે શુભેચ્છા પાઠવી
વિકીની ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક'ના ડિરેક્ટર આદિત્ય ધરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં કહ્યું હતું, 'શોટગન, મારા ભાઈ શુભેચ્છા. આ જ રીતે મહેનત કરો અને પ્રગતિ કરો.' આદિત્ય ઉપરાંત સયાની ગુપ્તા, નિમ્રત કૌર, અમૃતા ખાનવિલકર સહિતના સેલેબ્સે આ પોસ્ટ પર કમેન્ટ્સ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વિકી કૌશલ પાસે મર્સિડિઝ બેન્ઝ GLC તથા BMW X5 જેવી કાર છે.

હાલમાં જ વર્કઆઉટ કરતો જોવા મળ્યો હતો
હાલમાં જ વિકીએ સો.મીડિયામાં વર્કઆઉટ કરતો વીડિયો શૅર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં વિકી કૌશલને કોરોના થયો હતો. કોરોનામાંથી રિકવર થયા બાદ વિકીએ પહેલી જ વાર વર્કઆઉટ કર્યું હતું.

આ ફિલ્મમાં જોવા મળશે
વિકી કૌશલ ફરી એકવાર આદિત્ય ધરની ફિલ્મ 'ઈમ્મોર્ટલ અશ્વત્થામા'માં જોવા મળશે. આ ઉપરાંત મેઘના ગુલઝારની ફિલ્મ 'સામ બહાદુર', શૂજીત સરકારની ફિલ્મ 'સરદાર ઉદ્યમ સિંહ'માં જોવા મળશે. વિકી કૌશલ કોમેડી ફિલ્મ 'મિસ્ટર લેલે'માં પણ કામ કરશે.

કેટરીના કૈફ સાથે સંબંધો
વિકી કૌશલ તથા કેટરીનાએ હજી સુધી પોતાના સંબંધો જગજાહેર કર્યા નથી. જોકે, એક ઇન્ટરવ્યૂમાં હર્ષવર્ધન કપૂરે આ બંને વચ્ચે અફેર હોવાની વાત સ્વીકારી હતી. હર્ષવર્ધને કહ્યું હતું કે વિકી તથા કેટરીના સાથે છે અને આ વાત સાચી છે.