કેટ-વિકીના લગ્ન:વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોટી હસ્તીઓ સામેલ થશે, જુઓ ગેસ્ટ લિસ્ટ

2 મહિનો પહેલા
લગ્નમાં કિયારા અને સિદ્ધાર્થ સિવાય રોહિત શેટ્ટી જેવી હસ્તીઓ સામેલ થશે.
  • વિકી અને કેટ ડિસેમ્બરમાં સવાઈ માધોપુરના ચોથના બરવાડાની સિક્સ સેન્સ બરવાડા ફોર્ટ હોટલમાં લગ્ન કરશે
  • તેમના લગ્નમાં બોલિવૂડની મોટી હસ્તીઓ સામેલ થશે

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ તથા વિકી કૌશલના રોકા સેરેમનીની વચ્ચે બંનેના લગ્નની તૈયારીઓ તડામાર શરૂ થઈ ગઈ છે. બંને આવતા મહિને લગ્નના બંધનમાં બંધાશે. બંનેના લગ્નની ગ્રાન્ડ ઈવેન્ટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને લગ્નમાં સામેલ થનારા ગેસ્ટ્સનું લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે. ત્યારે આ દરમિયાન હવે વિકી અને કેટરીના કૈફના લગ્નમાં સામેલ થનારા લોકોને લઈને ખુલાસો થવા લાગ્યો છે. ઈન્ડિયા ટૂડેએ પોતાના રિપોર્ટમાં તે લોકો વિશે જણાવ્યું છે જે વિકી અને કેટના લગ્નમાં સામેલ થશે.

રિપોર્ટના અનુસાર, આ લગ્નમાં વિકી અને કેટના નજીકના લોકો સામેલ હશે. આ લિસ્ટમાં ઘણા મોટા નામ સામેલ છે. તે ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સને કાર્ડ મોકલવામાં આવ્યું છે. જુઓ લિસ્ટ...

કબીર ખાન

કેટરીના કૈફે કબીર ખાનને પોતાના લગ્ન માટે ઈનવાઈટ કર્યા છે.
કેટરીના કૈફે કબીર ખાનને પોતાના લગ્ન માટે ઈનવાઈટ કર્યા છે.

મિની માથુર

કેટરીના કૈફે કબીર ખાનની સાથે તેની પત્ની મિની માથુરને પણ લગ્નનું કાર્ડ આપ્યું છે.
કેટરીના કૈફે કબીર ખાનની સાથે તેની પત્ની મિની માથુરને પણ લગ્નનું કાર્ડ આપ્યું છે.

વરુણ ધવન

નતાશા દલાલ

કરણ જોહર

જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર પણ લગ્નના સામેલ થનાર VIP ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે.
જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર પણ લગ્નના સામેલ થનાર VIP ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા​​​​​​​

'શેરશાહ' એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાને વિકી અને કેટ દ્વારા લગ્નમાં સામેલ થવા માટે કંકોત્રી આપવામાં આવી છે.
'શેરશાહ' એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાને વિકી અને કેટ દ્વારા લગ્નમાં સામેલ થવા માટે કંકોત્રી આપવામાં આવી છે.

કિયારા અડવાણી​​​​​​​​​​​​​​

રોહિત શેટ્ટી​​​​​​​​​​​​​​

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી પણ વિકી અને કેટના લગ્નમાં હાજરી આપશે
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી પણ વિકી અને કેટના લગ્નમાં હાજરી આપશે

આ હોટ કપલ આવતા મહિને ડિસેમ્બરમાં સવાઈ માધોપુરના ચોથના બરવાડાની સિક્સ સેન્સ બરવાડા ફોર્ટ હોટલમાં લગ્ન કરશે.લગ્ન છ દિવસ સુધી ચાલશે. 7થી 12 ડિસેમ્બર સુધી હોટલ બુક કરવામાં આવી છે. આ છ દિવસ લગ્નના વિવિધ ફંક્શન યોજવામાં આવશે. લગ્નની ઔપચારિક જાહેરાત બાકી છે. હોટલે પણ આ સ્પેશિયલ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રાજસ્થાની શાહી પરિવારના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં બે મહેલ તથા બે મંદિર છે.
રાજસ્થાની શાહી પરિવારના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં બે મહેલ તથા બે મંદિર છે.

ચૌથના બરવાડામાં આવેલો આ કિલ્લો 14મી સદીમાં બનેલો છે. આ કિલ્લો રાજપૂતાના શૈલીમાં છે. હાલમાં મહેલમાં આલીશાન હોટલ બનાવવામાં આવી છે. રેસ્ટોરેશન બાદ ઓક્ટોબરમાં જ ઓપનિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સામેલ થઈ હતી. હવે રોયલ વેડિંગ માટે કેટરીના તથા વિકીએ આ હોટલને ફાઇનલ કરી છે.

આ મહેલમાં કેટ-વિકી ફેરા ફરશે.
આ મહેલમાં કેટ-વિકી ફેરા ફરશે.

આ લક્ઝરી રિસોર્ટમાં સાત અલગ અલગ પ્રકારના સ્યૂટ છે, જેનું ભાડું 65 હજારથી લઈ 1.22 લાખ રૂપિયા સુધીનું છે. અહીં સેન્ક્ચ્યુરી સ્યૂટ, ફોર્ટ સ્યૂટ, અરવલી વ્યૂ સ્યૂટ, બુર્જ સ્યૂટ, ટેરેસ સ્યૂટ, રાની રાજકુમારી સ્યૂટ, ઠાકુર ભગવતી સિંહ સ્યૂટ, રાજા માન સિંહ સ્યૂટ છે. મહેલમાં ચૌથ માતા મંદિર ઉપરાંત શહેરમાં ગુર્જરોના આરાધ્યા ભગવાન શ્રીદેવનારાયણજીનું તથા મીન ભગવાનનું ભવ્ય મંદિર છે.