વિકી કરતાં કેટ વધુ પૈસાદાર:કમાણીમાં વિકી કૌશલ પ્રેમિકા કરતાં ક્યાંય પાછળ, એક્ટરની સંપત્તિ 25 કરોડ તો કેટની 224 કરોડ

મુંબઈ6 મહિનો પહેલા
  • કેટરીના તથા વિકી કૌશલ 9 ડિસેમ્બરે લગ્ન કરશે

કેટરીના કૈફ તથા વિકી કૌશલ લગ્નને કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બંને 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કરવાનાં છે. જોકે બંનેએ હજી સુધી વેડિંગ અંગે કોઈ ઓફિશિયલ માહિતી આપી નથી. બંને છેલ્લાં 2 વર્ષથી રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે.

વિકી લેડી લવ કેટરીનાથી પાંચ વર્ષ નાનો
બંને સ્ટાર્સની ઉંમરની વાત કરીએ તો કેટરીના પ્રેમી કરતાં પાંચ વર્ષ મોટી છે. કેટરીના 38 વર્ષની છે અને વિકી 33 વર્ષનો છે. માત્ર ઉંમરમાં જ નહીં, પરંતુ કેટરીના બોલિવૂડમાં પણ સિનિયર છે. 2003માં ફિલ્મ 'બૂમ'થી કેટરીનાએ બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. કેટરીના છેલ્લાં 18 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કેટરીનાની નેટવર્થ 224 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 11 કરોડ રૂપિયા લે છે.

બ્યૂટી બ્રાન્ડ લૉન્ચ કરી છે
કેટરીનાએ 'કે બ્યૂટી' નામની બ્યૂટી બ્રાન્ડ લૉન્ચ કરી છે. આ ઉપરાંત તે 'નાયકા ફેશન તથા કોસ્મેટિક બ્રાન્ડ'ની ઇન્વેસ્ટર પણ છે. મીડિયામાં થતી ચર્ચા પ્રમાણે, કેટરીનાએ નાયકામાં 4 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને ત્યાર બાદ તેને 24 કરોડ રૂપિયા મળ્યા છે.

લક્ઝુરિયસ કાર્સની શોખીન
કેટરીના પાસે ત્રણથી ચાર લક્ઝુરિયસ કાર છે. 2019માં ફિલ્મ 'ભારત' રિલીઝ થતાં પહેલાં જ રેન્જ રોવર ખરીદી હતી. આ કારની કિંમત અંદાજે 65 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. એ પહેલાં કેટરીનાએ ઑડી કાર ખરીદી હતી.

વિકીની નેટવર્થ કેટની તુલનાએ માત્ર 11 ટકા છે
વિકીની વાત કરીએ તો તેણે 2015માં ફિલ્મ 'મસાન'થી ડેબ્યુ કર્યું હતું. વિકીને હજી ઇન્ડસ્ટ્રીમાં છ જ વર્ષ થયાં છે. વિકી 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક'ને કારણે લોકપ્રિય થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વિકી એક ફિલ્મ માટે અંદાજે 3-4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે તેને 2-2.5 કરોડ રૂપિયા મળે છે. તે 'ગોવિંદા નામ મેરા', 'ધ ઇમ્મોર્ટલ અશ્વથામા'માં જોવા મળશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, વિકીની નેટવર્થ 25 કરોડ રૂપિયા છે, એટલે કે કેટરીનાના નેટવર્થ કરતાં 9 ગણી ઓછી છે. બંનેની નેટવર્થ ભેગી કરવામાં આવે તો અંદાજે 249 કરોડ રૂપિયા થાય છે.

8 લાખના ભાડાના ઘરમાં રહેશે
લગ્ન બાદ વિકી તથા કેટરીના પરિવારથી અલગ મુંબઈમાં ભાડાના ઘરમાં રહેશે. વિકી કૌશલે જુલાઈ, 2021માં મુંબઈના જુહુમાં આવેલા રાજમહલ અપાર્ટમેન્ટમાં આઠમા ફ્લોર પર ઘર લીધું છે. વિકીએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 1.75 કરોડ રૂપિયા આપ્યા છે. વિકીએ પાંચ વર્ષ માટે આ ઘર ભાડે લીધું છે. શરૂઆતનાં ત્રણ વર્ષ માટે ભાડું 8 લાખ રૂપિયા છે. ચોથા વર્ષે 8.40 અને પાંચમા વર્ષે 8.82 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે. આ જ અપાર્ટમેન્ટમાં અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી પણ રહે છે.