વિકી-કેટનાં ભવ્ય લગ્ન:ગુલાબની પાંખડીઓથી મહેમાનોનું સ્વાગત થશે; કર્ણાટક-થાઇલેન્ડ-તાઇવાનથી શાકભાજી તો મુંબઈથી ક્રોકરી આવી

મુંબઈ2 મહિનો પહેલા
  • વિકી 9 ડિસેમ્બરે બપોરે 1 વાગે સહેરો બાંધશે, 3 વાગે મંડપમાં આવશે
  • 75000 હજાર રૂપિયાની 30 કિલો દ્રાક્ષ થાઇલેન્ડથી મગાવવામાં આવી

વિકી કૌશલ તથા કેટરીના કૈફ સોમવાર, 6 ડિસેમ્બરની રાત સુધી સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ આવશે. અહીં ફતેહ દરવાજા આગળ મહેમાનોનું સ્વાગત ગુલાબની પાંખડીઓની વર્ષાથી થશે. આ સાથે જ સારંગી પર રાજસ્થાની લોકગીતની ધૂન વાગશે.

લગ્નમાં કડક સુરક્ષા વ્યવસ્થા
વિકી-કેટના લગ્નમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક રાખવામાં આવી છે. પહેલો સિક્યોરિટી ચેક ઇન પોઇન્ટ હોટલના એન્ટ્રન્સ ગેટ પર અને બીજો ચેકિંગ પોઇન્ટ ફતેહ દરવાજા સાઇડ બનાવવામાં આવ્યો છે. અહીં પોલીસના જવાન, પ્રાઇવેટ બાઉન્સર્સ તથા હોટલની સિક્યોરિટી રહેશે. ગેસ્ટનું કોવિડ પ્રોટોકોલ હેઠળ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે.

કેટ-વિકી મોડી રાત્રે આવશે
કેટરીનાની બહેન નતાશા પરિવાર સાથે જયપુર આવી ગઈ છે. કેટનો સ્ટાફ તથા સ્ટાઇલિસ્ટ અનિતા શ્રોફ પણ જયુપર આવી ગઈ છે. આ તમામ જયુપરથી બાય કાર સવાઈ માધોપુર ગયા છે. કેટરીનાની અન્ય બહેનો, ભાઈ તથા માતા આજs મોડી સાંજ સુધીમાં સવાઈ માધોપુર પહોંચી જશે. તો વિકી કૌશલ પેરન્ટ્સ તથા ભાઈ સાથે આવશે.

વિકી-કેટનાં લગ્નનું શિડ્યૂલ

મુંબઈથી 4 ડઝન ક્રોકરી આવી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઈથી મહેમાનો માટે ખાસ ચાર ડઝન ક્રોકરી મંગાવવામાં આવી છે. આ ઉપરાંત 300 ક્રોકરીના સેટ પણ મંગાવવામાં આવ્યા છે.

કર્ણાટક-થાઇલેન્ડથી શાકભાજી આવ્યાં
થાઇલેન્ડ, બ્રાઝીલ, ફિલિપાઇન્સ તથા તાઇવાનથી ફ્રૂટ્સ તથા શાકભાજી આવ્યું છે. તાઇવાનથી મશરૂમ આવ્યા છે તો ફિલિપાઇન્સથી એવોકેડો આવ્યા છે. લસણ બેંગલુરુથી તો ડુંગળી નાસિકથી આવ્યા છે.

શાકભાજીના વેપારી શંકર લાલ સૈનીએ કહ્યું હતું કે થાઇલેન્ડથી ખાસ દ્રાક્ષ મગાવવામાં આવી છે. થાઇલેન્ડથી 2500 રૂપિયા કિલો એવી 30 કિલો દ્રાક્ષ મગાવવામાં આવી છે. ફિલિપાઇન્સથી 100 કિલો એવોકેડો લાવવામાં આવ્યા છે. આની કિંમત એક કિલોના 1500 રૂપિયા છે. આ ઉપરાંત બ્રાઝીલથી સોનોફિસ નામનું શાક તથા તાઇવાનથી 6200 રૂપિયા કિલોના ભાવથી મશરૂમ લાવવામાં આવ્યા છે.

કર્ણાટકથી 150 કિલો લાલ કેળા મગાવવામાં આવ્યા છે. બેંગલુરુથી 350 રૂપિયે ડઝન કેળા છે. અહીંથી જ 15 કિલો લસણ મગાવવામાં આવ્યું છે. નાસિકથી 40 કિલો ડુંગળી અને જયપુરથી 20 કિલો બીન્સ લાવવામાં આવ્યા છે. ગાજર, મૂળા, લાલ મરચા, લાલ ટામેટા જેવા શાકભાજી સ્થાનિક લેવલે લેવામાં આવ્યા છે.

દેશીથી લઈ કોન્ટિનેન્ટલ ફૂડ
વિકી-કેટરીના કૈફનાં લગ્નમાં રાજસ્થાની વાનગીઓથી લઈ પંજાબી ફૂડ પણ સામેલ છે. કોન્ટિનેન્ટલ વાનગીઓ પણ સર્વ કરવામાં આવશે.