વિકી-કેટના વેડિંગ:કૌશલ પરિવારના સિનિયર સભ્ય આ લગ્નથી નારાજ, કેટરીનાને વહુ માનવા તૈયાર નથી

મુંબઈ2 મહિનો પહેલા
  • વિકી-કેટે પરિવારના આ સભ્યને કારણે જ લગ્ન બાદ અલગ રહેવાનો નિર્ણય લીધો

બોલિવૂડમાં કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્નની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. બંને ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. બંનેમાંથી કોઈએ હજી સુધી લગ્નની ઓફિશિયલ જાહેરાત કરી નથી. હાલમાં જ વિકી કૌશલ લેડી લવ કેટરીનાની બિલ્ડિંગમાં જોવા મળ્યો હતો. કેટરીનાની મમ્મી સુઝાન શોપિંગમાં વ્યસ્ત છે. જોકે, લગ્નની તૈયારીની વચ્ચે એક વાત એવી પણ સામે આવી છે કે કૌશલ પરિવારના સિનિયર સભ્ય આ લગ્નથી સહેજ પણ ખુશ નથી.

કેટરીનાને વહુ તરીકે સ્વીકારવા તૈયાર નથી
વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, વિકીના પરિવારના સૌથી સિનિયર સભ્યને આ લગ્ન સામે વાંધો છે. એવી વાતો વહેતી થઈ છે કે તેઓ કેટરીનાને કૌશલ પરિવારની વહુ માનવા તૈયાર નથી અને લગ્ન ના થાય તેમ ઈચ્છે છે. જોકે, પરિવારના અન્ય સભ્ય તથા વિકીએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. પરિવારે તેમને મનાવવાના શક્ય તેટલા પ્રયાસો કર્યા છે.

વેડિંગ ફંક્શન 7 ડિસેમ્બરે શરૂ થશે
વેડિંગ ફંક્શન 7 ડિસેમ્બરે શરૂ થશે

લગ્નને લઈ કોઈ ખુશી નથી
સૂત્રોના મતે, કમનસીબે હજી પણ આ સભ્યને આ રોયલ વેડિંગ અંગે ખાસ ખુશી નથી. તેમણે લગ્નની તૈયારીઓ પણ ભાગ લીધો નથી.

આ કારણે કેટ-વિકી પરિવારથી અલગ રહેશે
પરિવારના આ સભ્યને કારણે જ કેટ-વિકી લગ્ન બાદ અલગ રહેવાના છે. આથી જ તેમણે જુહુમાં નવું ઘર રાખ્યું છે. વિકી કૌશલે જુલાઈ, 2021માં મુંબઈના જુહુમાં આવેલા રાજમહલ અપાર્ટમેન્ટમાં આઠમા ફ્લોર પર ઘર લીધું છે. વિકીએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 1.75 કરોડ રૂપિયા આપ્યા છે. વિકીએ પાંચ વર્ષ માટે આ ઘર ભાડે લીધું છે. શરૂઆતના ત્રણ વર્ષ માટે ભાડું 8 લાખ રૂપિયા છે. ચોથા વર્ષે 8.40 અને પાંચમા વર્ષે 8.82 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે.

કેટ-વિકી લગ્ન બાદ અહીંયા રહેશે, આ જ ફ્લેટમાં અનુષ્કા-વિરાટ રહે છે
કેટ-વિકી લગ્ન બાદ અહીંયા રહેશે, આ જ ફ્લેટમાં અનુષ્કા-વિરાટ રહે છે

વિકી કૌશલ એક્ટ્રેસને મળવા આવ્યો
વિકી તથા કેટરીના રાજસ્થાનમાં સવાઈ માધોપુરમાં 9 ડિસેમ્બરે લગ્ન કરવાના છે. લગ્નના થોડાં દિવસ પહેલાં જ વિકી કૌશલ એક્ટ્રેસ કેટરીનાની બિલ્ડિંગમાં જતો જોવા મળ્યો હતો.

વિકી ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેરેશે તેવી ચર્ચા છે
વિકી ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેરેશે તેવી ચર્ચા છે
સવાઈ માધોપુરમાં લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે
સવાઈ માધોપુરમાં લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે
વિકી તથા કેટનો પરિવાર સવાઈ માધોપુરના સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં રોકાશે
વિકી તથા કેટનો પરિવાર સવાઈ માધોપુરના સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં રોકાશે