વિકી-કેટના લગ્ન:લગ્ન પછી વિકી કૌશલ-કેટરિના વિરાટ કોહલી-અનુષ્કાનાં પાડોશી બનશે, પરણીને તરત જ નવા ઘરમાં શિફ્ટ થશે, અત્યારે ઇન્ટિરિયરનું કામ ચાલુ છે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસ પહેલાં જ બંનેએ મળીને આ નવું ઘર ખરીદ્યું છે
  • રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં બંનેના લગ્નની તૈયારી જોરશોરથી થઈ રહી છે

કેટરીના કૈફ અને વિકી કૌશલની પર્સનલ લાઈફને લઈને અત્યારે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, બંને 7-9 ડિસેમ્બરની વચ્ચે લગ્નના બંધનમાં બંધાશે. હવે બંનેને લઈને એક બીજા સમાચાર સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે બંને પોતાના નવા ઘરમાં ઈન્ટિરિયર ડેકોરેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જ્યાં બંને લગ્ન કર્યા બાદ શિફ્ટ થવાના છે.

સૂત્રોના અનુસાર, ક્યારેક કેટરીના એકલી આવે છે તો ક્યારેક વિકી સાથે તેના નવા એપાર્ટમેન્ટ પર ચાલી રહેલું કામ જોવા માટે આવે છે, થોડા દિવસ પહેલા જ બંનેએ મળીને આ નવું ઘર ખરીદ્યું છે. અત્યારે ડેકોરેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને લગ્ન બાદ બંને તરત આ ઘરમાં શિફ્ટ થઈ જશે.

લગ્ન બાદ આ બિલ્ડિંગના આઠમા માળે કેટ-વિકી રહેશે.
લગ્ન બાદ આ બિલ્ડિંગના આઠમા માળે કેટ-વિકી રહેશે.

ખાસ વાત એ છે કે, કેટરીના અને વિકીને જે એપાર્ટમેન્ટ પસંદ આવ્યું છે તે જ બિલ્ડિંગમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ રહે છે. તેવી રીતે વિકી-કેટરીનાના લગ્નના સમાચાર સાચા છે તો લગ્ન બાદ બંને અહીં શિફ્ટ થઈ શકે છે અને અનુષ્કા-વિરાટ તેમના પડોશી બની જશે.

કેટરીનાએ શરૂ કર્યું ટ્રાયલ
લેટેસ્ટ અપડેટ પ્રમાણે, કેટરીનાએ લગ્નના વિવિધ ફંક્શનના અલગ અલગ આઉટફિટ્સની ટ્રાયલ શરૂ કરી દીધી છે. સૂત્રોના મતે, કેટરીના આઉટફિટ્સનું ફિટિંગ તથા ટ્રાયલ પોતાના મિત્રોના ઘરે કરી રહી છે. મીડિયાનો જમાવડો ઘરની બહાર ના થાય તે માટે આમ કરી રહી છે. કેટરીનાને ખ્યાલ છે કે લગ્નની નાની નાની માહિતી પણ સામે આવી રહી છે. આથી જ તેણે બ્રાઇટલ ટીમને અલર્ટ રહેવાનું કહ્યું છે. તેણે નાની-નાની વાતો માટે વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપમાં જ કેટરીના લગ્ન સાથે જોડાયેલી વાતો તથા આઉટફિટ અંગે વાતો કરે છે.

રાજસ્થાનમાં લગ્ન
રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં બંનેના લગ્નની તૈયારી જોરશોરથી થઈ રહી છે. ચૌથ માતા ટ્રસ્ટ તથા હોટલ શિવપ્રિયા પેલેસમાં 42 રૂમ બુકિંગ કરવામાં આવ્યા છે. હવે સવાઈ માધોપુર, રણથંભોર રોડ પર આવેલી ફાઇવ સ્ટાર હોટલ તાજ તથા ધ ઓબેરોય પણ બુક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઇવેન્ટ કંપની તરફથી હોટલ રેજન્સી તથા સવાઇ વિલાસ સાથે વાતચીત થઈ રહી છે. હોટલ રેજન્સીમાં 60 રૂમ બુક કર્યા હોવાની ચર્ચા છે.