તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકી ડોનરનાં 9 વર્ષ પૂરા:આયુષ્માન ખુરાનાએ બોલ્ડ સબ્જેક્ટ પર બનેલી ફિલ્મથી ડેબ્યુ કરવાનું રિસ્ક લીધું હતું, યામિના પિતાએ પૂછ્યું હતું, ‘ફિલ્મ કયા સબ્જેક્ટ પર છે?’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયુષ્માન ખુરાના અને યામિ ગૌતમ બંનેની ડેબ્યુ ફિલ્મ હતી
  • ફિલ્મ જબરદસ્ત સકસેસફુલ રહી હતી

2012માં આવેલી ફિલ્મ વિકી ડોનરે 9 વર્ષ પૂરા કર્યા છે. આ ફિલ્મમાં લીડ એક્ટર આયુષ્માન ખુરાના અને યામિ ગૌતમ હતા. બંનેની આ પ્રથમ ફિલ્મ હતી. કરિયરની શરુઆતમાં જ તેમણે મોટું રિસ્ક લીધું હતું કારણકે ફિલ્મનો સબ્જેક્ટ અન્ય બોલિવૂડ ફિલ્મ કરતાં થોડો અલગ હતો. ફિલ્મ ઇનફર્ટીલિટી અને સ્પર્મ ડોનેશન જેવા સબ્જેક્ટ પર હતી જેને ઇન્ડિયન સોસાયટીમાં ટેબૂ સબ્જેક્ટ માનવામાં આવે છે.

આયુષ્માને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, મેં ડેબ્યુ માટે ટોટલ 4 વર્ષ સુધી સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ. વિકી ડોનર મને પરફેક્ટ લાગી અને મેં તરત જ ઓફર એક્સેપ્ટ કરી. આ ફિલ્મમાં હું નહીં પણ સબ્જેક્ટ હીરો હતો. હું શ્યોર હતો કે ફિલ્મ કામ કરશે જ.

ડેબ્યુ ફિલ્મનાં પ્રેશર વિશે એક્ટરે કહ્યું હતું, પ્રેશર તો દરેક એક્ટર્સ પર હોય છે, પરંતુ હું સક્સેસ નહીં પણ મારા કામને લઈને નર્વસ હતો. ફિલ્મ હિટ ગઈ, આ ખુશીની વાત છે. પણ ફ્લોપ જાત તો પણ હું હાર ના માની લેત. હું થિયેટર આર્ટિસ્ટ છું, ભણેલો-ગણેલો છું. એક્ટર બનવું મારું સપનું હતું પણ હું સુપરફ્લોપ થાત તો પણ બીજું કંઇકને કંઈક તો કરી જ લેત.

યામિના પેરેન્ટ્સે પૂછ્યું હતું, ફિલ્મનો ટોપિક શું છે?
ઇન્ડિયા ટુડે કોન્કલેવ સાઉથ 2018માં યામિએ આ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું હતું, એક સમય એવો હતો જ્યારે હું જબરદસ્તી ઓડિશન આપતી હતી. તે સમયે મારી પાસે ટિપિકલ બોલિવૂડ સ્ટાઇલ ફિલ્મ કરવાની ચોઈસ હતી. મેં બધું પોતાની મહેનતે કર્યું. તે સમયે મને કોઈની મદદ મળી નહોતી. મેં વિકી ડોનર માટે ઓડિશન આપ્યું તો મેં કાસ્ટિંગ ડિરેક્ટરને પૂછ્યું, ફિલ્મ શેના પર છે?

કાસ્ટિંગ ડિરેક્ટરે કોઈ જવાબ ના આપ્યો અને માત્ર સ્માઈલ આપી. મને ફિલ્મ મળી ત્યારે સબ્જેક્ટ વિશે ખબર પડી. પેરેન્ટ્સને આ વાત કહેવી જરૂરી હતી. મારા પિતાએ મને પૂછ્યું કે ફિલ્મ શેના પર છે? તો મેં તેમને સ્ક્રિપ્ટ આપી દીધી. જ્યારે મારા પેરેન્ટ્સે સ્ક્રિપ્ટ વાંચી તો તેમનું રિએક્શન ઘણું સારું હતું.

ફિલ્મ જબરદસ્ત સકસેસફુલ રહી અને આયુષ્માન-યામિના કરિયરની શરુઆત થઈ.