તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ભરખી ગયો:‘રહેના હૈ તેરે દિલ મેં’ ફિલ્મનાં સિનેમેટોગ્રાફર જૉની લાલનું અવસાન, લોકડાઉન પહેલાં શૂટિંગ કરતા હતા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સેલેબ્સે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી દુઃખ વ્યક્ત કર્યું - Divya Bhaskar
સેલેબ્સે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી દુઃખ વ્યક્ત કર્યું
  • એક્ટર આર. માધવન અને તુષાર કપૂરે શ્રદ્ધાંજલિ પાઠવી
  • બે અઠવાડિયા સુધી મહામારી સામે લડ્યા દુનિયાને અલવિદા કહ્યું

દિગ્ગજ સિનેમેટોગ્રાફર જૉની લાલનું અવસાન થયું છે. તેઓ કોરોના સામેની લડાઈ હારી ગયા. બે અઠવાડિયા સુધી મહામારી સામે લડ્યા પછી 21 એપ્રિલે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. જૉની લાલે આર. માધવન સ્ટારર ‘રહેના હૈ તેરે દિલ મેં’, ગોવિંદા-સલમાન ખાન સ્ટારર ‘પાર્ટનર’ અને રિતિક રોશનની ‘યાદે’ ફિલ્મમાં કામ કર્યું હતું. વેસ્ટર્ન ઇન્ડિયા સિનેમેટોગ્રાફર એઓસિએશનના જનરલ સેક્રેટરી રાજન સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.

લોકડાઉન પહેલાં શૂટિંગ કરી રહ્યા હતા
એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન રાજને કહ્યું, જૉની લાલની અવસાન 21 એપ્રિલે મુંબઈમાં થયું. લોકડાઉન પહેલાં પણ તેઓ અમુક પ્રોજેક્ટ્સનું શૂટિંગ કરી રહ્યા હતા. થોડા અઠવાડિયા પહેલાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તકલીફ વધતા તેમણે દુનિયાને અલવિદા કહ્યું.

માધવન અને તુષાર કપૂરે શ્રદ્ધાંજલિ આપી
માધવને સો. મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું, ‘મહામારીનો કહેર ચાલુ છે અને અમે એક શ્રેષ્ઠ વ્યક્તિ ગુમાવી. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. તમારી વિનમ્રતા, દયાળુભાવ અને સ્વભાવ યાદ આવશે. રહેના હૈ તેરે દિલમાં તમારું કામ મારા દિલમાં વસી ગયું. હવે તમે સ્વર્ગની સફરે છો. દિલ તૂટ્યું, હું દુઃખી છું. ’તુષાર કપૂરે લખ્યું, ‘જૉની સર તમારા આત્માને શાંતિ મળે.’

આ ફિલ્મની સિનેમેટોગ્રાફી જૉની લાલે કરી
જૉની લાલે રહેના હૈ તેરે દિલ મેં, યાદે અને મુજે કુછ કહેના હૈ, પાર્ટનર, વીરે કી વેડિંગ, જીના સિર્ફ મેરે લિયે, શાદી સે પહેલે, શાદી નં.1, ઓમ જય જગદીશ, ફૂલ એન્ડ ફાઈનલ, લકીર, વાદા, હોર્ન ઓકે પ્લીઝ, વેલાપંથી ઈશ્કેરિયા જેવી ફિલ્મમાં સિનેમેટોગ્રાફી પણ કરી હતી.