તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધૂરી ઈચ્છા:પૈતૃક હવેલીને મ્યુઝિયમ બનતા જોવા માગતા હતા દિલીપ કુમાર, પાકિસ્તાન સરકાર અને હાલનાં માલિકોનાં વિવાદમાં વાત આગળ જ ના વધી

3 મહિનો પહેલા
આ હવેલીમાં જ દિલીપ કુમારનો જન્મ થયો હતો
  • પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આવેલી આ હવેલીને સરકારે સરકારી રેટ પર વેચવાનો પ્રસ્તાવ આપ્યો હતો
  • આ પ્રસ્તાવ હાલનાં માલિકોએ નકારી દીધો હતી

દિલીપ કુમારની પૈતૃક હવેલીને વર્ષ 2014માં અને રાજ કપૂરની હવેલીને વર્ષ 2018માં પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી હતી. આ બંને હવેલીઓ પેશાવર શહેરમાં કિસ્સા ખ્વાની બજારમાં આવેલી છે. પૈતૃક હવેલીઓ પર ઔપચારિક સંરક્ષણની પ્રોસેસ ચાલુ છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આવેલી આ હવેલીને સરકારે સરકારી રેટ પર વેચવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેથી મ્યુઝિયમ બનાવી શકાય. હાલનાં માલિકોએ 18 મે સુધીનો સમય આપ્યો હતો, પરંતુ અફસોસ કે દિલીપ સાહેબ હવેલીને મ્યુઝિયમ બનતી જોતા પહેલાં જ દુનિયા છોડીને ચાલ્યા ગયા.

ખૈબર પખ્તુનખ્વામાં આવેલી આ હવેલીને સરકારે સરકારી રેટ પર વેચવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને હાલના માલિકે નકારી દીધો. હવેલી અંદાજે 101 વર્ગમીટરમાં ફેલાયેલી છે. રાજ કપૂરની હવેલી 1.50 કરોડ અને દિલીપ કુમારની હવેલી 80 લાખ રૂપિયામાં ખરીદીને તેને મ્યુઝિયમમાં ફેરવવાનો પ્લાન હતો. તેની પાછળનો હેતુ એ દેખાડવાનો હતો કે, દુનિયા અને બોલિવૂડ માટે પેશાવરનું યોગદાન શું છે?

રાજ કપૂરની હવેલી ખરીદનારાએ 1.5 કરોડ રૂપિયા આપ્યા છે
રાજ કપૂરની હવેલી ખરીદનારાએ 1.5 કરોડ રૂપિયા આપ્યા છે

રાજ કપૂરની હવેલીના માલિક અલી કાદિરે હવેલી માટે 20 કરોડ રૂપિયા માગ્યા હતા તો બીજી તરફ દિલીપ કુમારની હવેલીના માલિક ગુલ રહમાન મોહમ્મદે સરકારને કહ્યું હતું કે, આ હવેલીને માર્કેટ રેટ એટલે કે 3.50 કરોડ રૂપિયામાં ખરીદવી જોઈએ.

હવેલીમાં જ દિલીપ કુમારનો જન્મ થયો હતો.
1922માં દિલીપ કુમારનો જન્મ અહીંયા થયો હતો અને 1935માં તેમનો પરિવાર ભારત શિફ્ટ થઇ ગયો હતો. ઇમરાન સરકારે દિલીપ સાહેબની હવેલીની કિંમત 80.56 લાખ અને રાજ કપૂરની કોઠીની કિંમત 1.5 કરોડ રૂપિયા નક્કી કરી છે. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલાં રાજ કપૂર અને દિલીપ કુમારે આ જ ઘરમાં તેમના જીવનનો શરૂઆતનો સમય પસાર કર્યો છે.

રાષ્ટ્રીય ધરોહર જાહેર થઇ ચૂક્યા છે બંને મકાન
પાકિસ્તાનની ખૈબર પખ્તૂનખ્વા સરકારે બંને હસ્તીઓના મકાનને ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આ ઐતિહાસિક મકાનોને સંરક્ષિત કરવામાં આવશે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો હતો જ્યારે આ બંને મકાન પર કોલાપ્સ થવાનું જોખમ હતું. પેશાવરના મુખ્ય વિસ્તારમાં જ આ બંને મકાન છે અને હવે તેને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી દેવામાં આવ્યા છે. આ જાહેરાત પછી કોઈ આ હવેલી જોવા પણ ગયું નથી.

હવેલીની હાલત ખરાબ છે
હવેલીની હાલત ખરાબ છે

2005નાં ભૂકંપ પછી હવેલી જર્જરિત થઇ ગઈ હતી
હવેલીની બાજુમાં રહેતા અને પૂર્વ મેયર અબ્દુલ હકીમ સફી કહે છે કે આ હવેલી 12 વર્ષથી સૂની પડી છે. તેના માલિક ક્યારેક ક્યારેક જ દેખાય છે. આજુબાજુના લોકોને ડર છે કે આ જર્જરિત હવેલી ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે, જ્યારે દિલીપ કુમારના ઘરના માલિકે સરકાર પાસે 200 કરોડ રૂપિયાની માગ કરી છે.

કપૂર હવેલીની જોડે જ છે દિલીપ કુમારની હવેલી
દિલીપ કુમારની પૈતૃક હવેલી પણ કપૂર હવેલીની જોડે જ છે. આ આશરે 100 વર્ષ જૂની છે. બંને હવેલીના માલિકોએ આ તોડીને કમર્શિયલ પ્લાઝા બનાવવાના પ્રયત્નો કર્યા હતા પણ સરકારે મંજૂરી આપી નહોતી. 100 વર્ષ જૂની 40થી 50 રૂમ અને 5 માળની આ બિલ્ડિંગમાં ટોપ અને ચોથો માળ જર્જરિત થઈ ગયો છે. ખૈબર પખ્તૂનખ્વાના સીએમે 4 મહિના પહેલાં આશરે 2.35 કરોડ રૂપિયા અલોટ કર્યા છે.

આ હવેલી સાથે દિલીપ કુમારને ઘણો લગાવ હતો
આ હવેલી સાથે દિલીપ કુમારને ઘણો લગાવ હતો

કપૂર હવેલીમાં મેરેજ પાર્ટી માટે 6 મહિનાનું વેઇટિંગ રહેતું હતું
લગ્નની પાર્ટી આપવા આ હવેલી લોકોની પહેલી પસંદગી હતી. નિયાઝ શાહે કહ્યું હતું કે હવેલીમાં બુકિંગ ન મળતાં દીકરીના લગ્ન 6 મહિના આગળ વધારવા પડ્યા હતા. 2005ના ભૂકંપથી હવેલીને નુકસાન થયું અને આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ.