તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:વરિષ્ઠ બંગાળી ફિલ્મમેકર બુદ્ધદેવ દાસગુપ્તાનું અવસાન, વડાપ્રધાન તથા પ.બંગાળના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

કોલકાતા4 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિગ્ગજ બંગાળી ફિલ્મમેકર તથા કવિ બુદ્ધદેવ દાસગુપ્તાનું ગુરુવારસ 10 જૂનના રોજ કોલકાતામાં 77 વર્ષી ઉંમરમાં તેમના ઘરમાં અવસાન થયું હતું. બુદ્ધદેવના પરિવારે આ અંગે માહિતી આપી હતી. દાસગુપ્તા લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. નેશનલ અવોર્ડ વિનર દાસગુપ્તાના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત વિવિધ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો.

બુદ્ધદેવ દાસગુપ્તાના અવસાનથી વ્યથિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, 'શ્રી બુદ્ધદેવ દાસગુપ્તાના અવસાનથી વ્યથિત છું. વિવિધ કાર્યોથી તેમણે સમાજના તમામ વર્ગોની સાથે પોતાનો તાલમેલ બેસાડ્યો હતો. તે એક લોકપ્રિય વિચારક તથા કવિ પણ હતા. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર તથા અનેક ચાહકો સાથે છે. ઓમ શાંતિ.'

બુદ્ધદેવનું અવસાન ફિલ્મ જગત માટે અપૂરણીય ક્ષતિ
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું, 'લોકપ્રિય ફિલ્મમેકર બુદ્ધદેવ દાસગુપ્તાના અવસાનથી ઘણી જ દુઃખી છું. તેમણે તેમની રચનાઓના માધ્યમથી સિનેમાની ભાષામાં ગીતાત્મકતાનો સંચાર કર્યો હતો. તેમનું અવસાન ફિલ્મ જગત માટે અપૂરણીય ક્ષતિ છે. તેમના પરિવાર, સહકર્મી તથા ચાહકો પ્રત્યે મારી સંવેદના.'

તબિયત ખરાબ હોવા છતાં ફિલ્મ બનાવતા હતા
દાસગુપ્તાના નિધન પર દુઃખ જાહેર કરતાં ફિલ્મમેકર ગૌતમ ઘોષે કહ્યું હતું, 'બુદ્ધદા ખરાબ તબિયત હોવા છતાંય ફિલ્મ બનાવી રહ્યાં હતાં, લેખ લખતા હતા અને સક્રિય હતા. અસ્વસ્થ હોવા છતાં તેમણે 'ટોપે' તથઆ 'ઉરોજહાજ'નું ડિરેક્શન કર્યું. તેમના જવાથી બધાને એક મોટું નુકસાન થયું છે.'

બેવાર ડાયલિસિસ થતું
બુદ્ધદેવ દાસગુપ્તાના પરિવારે કહ્યું હતું કે નેશનલ અવોર્ડ વિનર ફિલ્મમેકર લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતા. અઠવાડિયામાં બેવાર ડાયલિસિસ થતું હતું. પરિવારમાં પત્ની તથા પહેલાં લગ્નથી થયેલ બે દીકરીઓ છે.

પાંચ ફિલ્મ માટે બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો
1980 તથા 1990ના દાયકામાં ગૌતમ ઘોષ તથા અપર્ણા સેનની સાથે બુદ્ધદેવ દાસગુપ્તા બંગાળમાં પેરલલ સિનેમા લઈને આવ્યા હતા. દાસગુપ્તાની પાંચ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત બે ફિલ્મ માટે તેમને બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. બુદ્ધદેવ 'ઉત્તરા', 'બાગ બહાદુર', 'તહદાર કથા', 'ચરાચર' જેવી અનેક ફિલ્મના ડિરેક્શન માટે જાણીતા હતા.