સ્ટેટમેન્ટ / મુમતાઝે તેમના મૃત્યુની ફેલાતી અફવાનો અંત લાવ્યો, કહ્યું- હું સ્વસ્થ છું, લોકોને કેમ મને મારી નાખવી છે?

Veteran actor Mumtaz responds to death hoax: ‘I am hale and hearty, why do people want me dead?’
X
Veteran actor Mumtaz responds to death hoax: ‘I am hale and hearty, why do people want me dead?’

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 05:33 PM IST

રિશી કપૂર અને ઈરફાન ખાનના મૃત્યુ બાદ અન્ય ઘણા એક્ટર્સની તબિયત લથડી જવાની અફવાઓ ફેલાઈ હતી. અમુક એક્ટર્સની તો મૃત્યુની પણ અફવા ફેલાઈ હતી. મુમતાઝના મૃત્યુના ખોટા સમાચાર ફરીવાર ફેલાયા હતા. આ અફવાને રદિયો આપતા મુમતાઝે કહ્યું કે, હું સ્વસ્થ અને મસ્ત છું. હજુ જીવું છું.

72 વર્ષીય મુમતાઝ હાલ લંડનમાં છે. તેમણે કહ્યું કે, મને ખબર નથી પડતી કે શું કામ કોઈ આવું જાણી જોઈને કરે છે. આ કોઈ જોક છે. ગયા વર્ષે આવી અફવાને કારણે મારો પરિવાર ચિંતામાં આવી ગયો હતો. ત્યારે બધા દુનિયાના અલગ અલગ ભાગમાં હતા. હાલ તો લોકડાઉનને કારણે લંડનમાં હું મારા પતિ, દીકરીઓ, તેમના પતિ અને બાળકો બધા ઘરે જ છીએ. પરંતુ મારા બીજા સંબંધીઓ પણ છે જે આ વાંચીને ચિંતામાં આવી જાય છે.

મુમતાઝના મૃત્યુના સમાચાર ગુરુવારથી ફરી રહ્યા હતા અને એવું પણ જણાવાઈ રહ્યું હતું કે તેમની અંતિમવિધિ શનિવારે છે. મુમતાઝે કહ્યું કે, મુંબઈમાં મારી બહેન રહે છે તો કોઈએ એની સાથે વાત કરીને ક્રોસ ચેક તો કરવું જોઈતું હતું.

આગળ મુમતાઝે જણાવ્યું કે, મને કેમ મારવા ઈચ્છે છે લોકો? જ્યારે સમય આવશે ત્યારે જાતે જ જતી રઈશ. મરીશ ત્યારે મારો પરિવાર ઓફિશિયલી બધાને જાણ કરી દેશે. તે કોઈ સિક્રેટ નહીં રહે. બધાને ખબર પડી જશે અને આ વાત મને ખબર છે અને તેની ખાતરી પણ છે. જીવનની જેમ મૃત્યુ પણ એક હકીકત છે જે દરેકને કોઈને કોઈ દિવસ તો મળવાનું જ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી