ભાસ્કર એક્સક્લુઝિવ:દિગ્ગજ એક્ટર મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાંથી રજા મળી, પથરીની બીમારીએ પથારીભેગા કર્યા

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બૉલીવુડના 'ડિસ્કો ડાન્સર' તરીકે જાણીતા મિથુન ચક્રવર્તીને હાલ જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મિથુન ચક્રવર્તી કિડનીમાં પથરીની બીમારીના કારણે બેંગ્લોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તબિયત સારી થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ વાતની જાણકારી મિથુનના પુત્ર મિમોહ ચક્રવર્તીએ દિવ્યભાસ્કરને આપી છે.

પપ્પા સંપૂર્ણ સ્વસ્થ છે : મિમોહ
મિમોહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પપ્પા હવે સંપૂર્ણ સ્વસ્થ છે. કિડનીમાં પથરીને કારણે અમે તેમને બેંગ્લોરમાં દાખલ કરાવ્યા હતા. જો કે, હાલ તો પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જોકે હવે તેમનું પથરીનું ઓપરેશન સફળતાપૂર્વક થઇ ગયું છે અને સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

ભાજપના પૂર્વ સાંસદે શેર કર્યો ફોટો
ભાજપના પૂર્વ સાંસદ ડૉક્ટર અનુપમ હઝરાએ મિથુન ચક્રવર્તીનો હોસ્પિટલના બેડ પર સુતા હોય તેવો ફોટો ટ્વીટ કર્યો છે. ફોટો શેર કરતા લખ્યું હતું કે, ગેટ વેલ સૂન મિથુન દા.