ફિલ્મમેકર ડેવિડ ધવન છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં એડમિટ હતા. હવે તાજેતરમાં તેમના દીકરા વરુણ ધવને એક ઈન્ટરવ્યુમાં પોતાના પિતાની હેલ્થ વિશે વાત કરી અને જણાવ્યું કે, તેણે હોસ્પિટલની સાથે સાથે પોતાના બાકીના કમિટમેન્ટ્સ કેવી રીતે મેનેજ કર્યા.
રિપોર્ટ્સ અનુસાર, ડેવિડને એડવાન્સ સ્ટેજ ડાયાબિટીસ છે, જેના કારણે પહેલા પણ ઘણી વખત તેમની તબિયત ખરાબ થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, ડાયાબિટીસ હોવાથી તેમની તબિયત ખરાબ થઈ હતી.
ડેવિડ ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે
વરુણે કહ્યું કે, લોકો મારા પપ્પાને પ્રેમ કરે છે અને હવે અમે તેમને ઘરે પાછા લાવી દીધા છે. જ્યારે પિતાની તબિયત ખરાબ થાય છે ત્યારે કામ કરવાનું મુશ્કેલ થઈ જાય છે પરંતુ મારા પપ્પા હંમેશાં ઈચ્છે છે કે હું મારા કમિટમેન્ટ્સ પૂરા કરું. તેઓ હવે ઘરે છે અને રિકવર થઈ રહ્યા છે. તાજેતરમાં ડેવિડે પણ પોતાની હેલ્થની અપડેટ આપતા કહ્યું હતું કે, તેઓ હવે સારું મહેસૂસ કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જ્યારે ડેવિડ હોસ્પિટલમાં એડમિટ હતા, ત્યારે લાલી ધવન (વરુણની માતા) દિવસે તેમની સાથે રહેતી હતી. તેમજ રાત્રે રોહિત અને વરુણ પોતાના પિતાની સાથે રહેતા હતા.
ડેવિડે છેલ્લે 'કુલી નંબર 1' ડાયરેક્ટ કરી હતી
ડેવિડ ધવને પોતાની કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી છે, જેમાં 'મૈં તેરા હીરો', 'જુડવા', 'હસીના માન જાયેંગી', 'સાજન ચલે સસુરાલ'થી લઈ 'જોડી નંબર 1', 'પાર્ટનર', 'મેંને પ્યાર ક્યોં કિયા' જેવી ફિલ્મો લિસ્ટમાં સામેલ છે. ડાયરેક્ટર તરીકે તેમની છેલ્લી ફિલ્મ 'કુલી નંબર 1' હતી જેમાં વરુણ અને સારા અલી ખાન લીડ રોલમાં હતા.
વરુણ ધવનના અપકમિંગ પ્રોજેક્ટ્સ
વરુણ ધવનના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટરની અપકમિંગ ફિલ્મ 'જુગજુગ જિયો' 24 જૂને રિલીઝ થશે. ફિલ્મમાં વરુણ સિવાય કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતુ કપૂર, મનીષ પૉલ અને પ્રાજક્તા કોહલી પણ લીડ રોલમાં છે. ફિલ્મનુ નિર્દેશન રાજ મહેતાએ કર્યું છે. તે સિવાય વરુણ, જ્હાન્વી કપૂપની સાથે 'બવાલ' ફિલ્મમાં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.