તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

#VaruSha વેડિંગ:ધ મેન્શન હાઉસમાં વરુણ ધવનના લગ્ન, એક રાતનું ભાડું ચાર લાખ રૂપિયા, બીચ રિસોર્ટની લૅવિશ તસવીરો

મુંબઈ8 મહિનો પહેલા
વરુણ-નતાશાના વેડિંગ ફંક્શન અલીબાગમાં પાંચ દિવસ સુધી ચાલશે અને 24મીએ લગ્ન કરશે - Divya Bhaskar
વરુણ-નતાશાના વેડિંગ ફંક્શન અલીબાગમાં પાંચ દિવસ સુધી ચાલશે અને 24મીએ લગ્ન કરશે

વરુણ ધવન તથા નતાશા દલાલ 24 જાન્યુઆરીના રોજ અલીબાગના બીચ રિસોર્ટ 'ધ મેન્શન હાઉસ'માં લગ્ન કરવાના છે. આ લગ્નમાં કોવિડ 19ના પ્રોટોકોલને કારણે અંદાજે 200 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવશે. વરુણ-નતાશાનું વેડિંગ ફંક્શન પાંચ દિવસ સુધી ચાલશે. 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી અહીંયા વિવિધ ફંક્શન ચાલશે. મેન્શનને ડેકોરેટ કરવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.

ધ મેન્શન હાઉસ આલીશાન છે
ધ મેન્શન હાઉસ ઘણો જ આલીશાન છે. અહીંયા 25 રૂમ છે. ગાર્ડન પણ વિશાળ છે. સફેદ રંગથી રંગાયેલા આ રિસોર્ટમાં એક્સોટિક સ્વિમિંગ પૂલ પણ છે. Cntraveller.inના પ્રમાણે, આ આખા મેન્શનને એક રાત માટે બુક કરાવવાની કિંમત ચાર લાખ રૂપિયા છે. અલીબાગના પોશ એરિયામાં આ રિસોર્ટ આવેલો છે.

રિસોર્ટથી સસાવાને બીચ માત્ર 10 મિનિટના અંતરે છે. મુંબઈથી બોટ રાઈડ પણ લઈ શકાય છે. આ ઉપરાંત મુંબઈથી કારમાં પણ આવી શકાય છે.

મેન્શનમાં ત્રણ પ્રકારના રૂમ

  • સ્કાય ડેક રૂમ સૌથી નાનો રૂમ છે. આ રૂમ 375 સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે.
  • ધ કવર રૂમ થોડોક મોટો છે. આ રૂમ 400 સ્કેવર ફૂટનો છે.
  • ધ પામ કોર્ટ રૂમ રિસોર્ટનો સૌથી મોટો રૂમ છે અને તે 450 સ્કેવર ફૂટનો છે.

રૂમમાં વિવિધ સર્વિસ જેવી કે ફ્રી વાઈ-ફાઈ, ટી-કૉફી, મીની બાર, હેર ડ્રાયર સહિતની સુવિધાઓ મળે છે.

બ્રેકફાસ્ટ તથા લંચ-ડિનર માટે રેસ્ટોરાં

  • રિસોર્ટમાં કુલ પાંચ રેસ્ટોરાં આવેલી છે. બ્રેકફાસ્ટ માટે ધ સિક્રેટ ગાર્ડન રેસ્ટોરાં છે. અહીંયા બુફે સર્વિસ હોય છે અને બ્રેકફાસ્ટમાં સ્થાનિક ડિશથી લઈ ઈન્ટરનેશનલ ડિશ મળી શકે છે.
  • પૂલ સાઈડ કબાના કવ રેસ્ટોરાં સ્વિમિંગ પૂલની આગળ આવેલી છે. અહીંયા તમે પામના વૃક્ષોની આસપાસ બેસીને ડિનર લઈ શકો છો.
  • ધ વેસ્ટ કોસ્ટ ટેરેસ રેસ્ટોરાંમાં બેસીને તમે સૂર્યાસ્તની મજા માણતા માણતા સ્થાનિક વાનગીઓનો લુત્ફ ઉઠાવી શકો છો.
  • ધ લિવિંગ રૂમ અને વરંડા રેસ્ટોરાં બાજુ-બાજુમાં આવેલી છે અને તે બપોરથી લઈ મોડી સાંજ સુધી ખુલ્લી રહે છે. આ બંને રેસ્ટોરાં પૂલ સાઈડ આવેલી છે. અહીંયા તમે વિવિધ પ્રકારના વ્યંજનોનો ટેસ્ટ માણી શકો છો.