તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુલી નં. 1:વરુણ ધવન-સારા અલી ખાનની ફિલ્મનું ટ્રેલર સો. મીડિયામાં ટ્રેન્ડ, યુઝર્સે કહ્યું- ઓરિજિનલ 'કુલી નં. 1'નું ઓવરએક્ટિંગ વર્ઝન

મુંબઈ5 મહિનો પહેલા

વરુણ ધવન તથા સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કુલી નંબર 1'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ ક્રિસમિસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મ 1995માં આવેલી ગોવિંદા-કરિશ્મા કપૂરની ફિલ્મ 'કુલી નંબર 1'ની રીમેક છે. આ ફિલ્મને ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે.

ફિલ્મમાં વરુણ-સારા ઉપરાંત પરેશ રાવલ, જાવેદ જાફરી, જ્હોની લીવર, રાજપાલ યાદવ છે. ફિલ્મને વાસુ ભગનાની તથા જેકી ભગનાનીએ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ ફેમિલી કોમેડી છે.

ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં વરુણ ધવને ફિલ્મના લોકપ્રિય ગીત 'મૈં તો રસ્તે સે જા રહા થા' પર પર્ફોમ કર્યું હતું. સારા તથા પરેશ રાવલ ચંદીગઢથી લાઈવ જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ પહેલા પહેલી મે, 2020ના રોજ રિલીઝ થવાની હતી. જોકે, લૉકડાઉનને કારણે થિયેટર બંધ હોવાથી આ ફિલ્મ અંતે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટ્રેલર પર થયેલી કેટલીક કમેન્ટ્સ
એક યુઝરે કહ્યું હતું, 'તો બેઝિકલી આ ઓરિજિનલ 'કુલી નંબર 1'નું ઓવરએક્ટિંગ વર્ઝન છે. અન્ય એક યુઝરે કહ્યું હતું, 'ડિસ્ક્લેમર- આ વીડિયો બનાવતા સમયે કોઈએ પણ ગોવિંદા તથા મિથુનને નુકસાન પહોંચાડ્યું નથી.'

અન્ય એક યુઝરે કહ્યું હતું, 'આ ફિલ્મ સલામત છે, કારણ કે આ પ્રાઈમ પર રિલીઝ થવાની છે, થિયેટરમાં નહીં. પ્રોડ્યૂસર્સનું એકદમ સ્માર્ટ પગલું. અન્ય એકે કહ્યું હતું, 'ગોવિંદા આ જોયા બાદ- બેટા, તુમસે ના હો પાયેંગા.' અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી, 'સીરિયસલી, હું ઘણો જ એક્સાઈટેડ હતો. જોકે, ટ્રેલર જોયા બાદ લાગ્યું કે ગોવિંદો ગોવિંદા જ છે.

અન્ય એક યુઝરે કહ્યું હતું, 'બોલિવૂડ હવે લોકોની ક્રિસમિસ ખરાબ કરવા માગે છે.' અન્ય એકે કહ્યું હતું, 'સ્ટાર કિડ્સ માટે ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે એક માત્ર આશા લિજેન્ડની રીમેક છે. જોકે, તેઓ એ વાત ભૂલી ગયા કે લિજેન્ડ એક્ટિંગ, પર્ફેક્ટ ટાઈમિંગ માટે જાણીતા હોય છે. બાકી તો તમે સમજી ગયા.' અન્ય એકે કહ્યું હતું, 'અમે ડિસ્લાઈકની ગણતરી જોવા માગીએ છીએ. હે ભગવાન, આ લોકો કેટલાં ડરેલા છે.'

ટ્રેલર પર બનેલા કેટલાંક મીમ્સ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો