તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધવન કી દુલ્હનિયા:એક રૂમનું રાતનું ભાડું 25 લાખ રૂપિયા છે તેવી તૂર્કીની હોટલ સિરાગનમાં વરુણ ધવન હનીમૂન મનાવશે, તસવીરોમાં મહેલની ભવ્યતા

મુંબઈ8 મહિનો પહેલા
  • સિરાગન પેલેસમાં લક્ષ્મી મિત્તલની ભત્રીજીના વર્ષ 2011માં લગ્ન થયા હતા
  • વર્ષ 2012માં CNN Goના અહેવાલ પ્રમાણે, 2012માં સુલતાન સ્યૂટનું ભાડું US$ 35,419.68 (આજના ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 25,85,616 રૂ.) હતું

વરુણ ધવન તથા નતાશા દલાલના બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ હાલમાં ચર્ચામાં છે. બંને 24મી જાન્યુઆરીના રોજ અલીબાગમાં 'ધ મેન્શન હાઉસ'માં પંજાબી રીત રિવાજથી લગ્ન કરવાના છે. વરુણ ધવન લગ્ન બાદ હનીમૂન માટે ક્યાં જશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. વરુણ ધવનના ચાહકો આ લગ્ન અંગેની માહિતી જાણવા માટે ઉત્સુક છે. માનવામાં આવે છે કે વરુણ ધવન તથા નતાશા લગ્ન બાદ તૂર્કી હનીમૂન મનાવવા જશે.

તૂર્કીના આ મહેલમાં હનીમૂન મનાવશે
વેબ પોર્ટલ વેડિંગસૂત્રના જણાવ્યા પ્રમાણે, વરુણ ધવન તથા નતાશા હનીમૂન માટે તુર્કીમાં આવેલા સિરાગન પેલેસ જશે. આ પેલેસ હવે ફાઈવ સ્ટાર હોટલ તરીકે વિશ્વભરમાં લોકપ્રિય છે. વિશ્વની સૌથી મોંઘી હોટલમાંથી એક આ હોટલ હોવાનું કહેવામાં આવે છે.

2011માં લક્ષ્મી મિત્તલની ભત્રીજીના લગ્ન થયા હતા
વર્ષ 2011માં લક્ષ્મી મિત્તલના ભાઈ પ્રમોદ મિત્તલની દીકરી વર્તિકા મિત્તલના લગ્ન આ જ પેલેસમાં યોજાયા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલા આ લગ્નનો ખર્ચ તે સમયે અંદાજે 240 કરોડ રૂપિયા થયો હોવાનું કહેવાય છે.

1991માં પેલેસને રિનોવેટ કરવામાં આવ્યો
વર્ષ 1863માં સિરાગન પેલેસના બાંધકામની શરૂઆત થઈ હતી. આ પેલેસને સુલતાન અબ્દુલાઝીઝે બંધાવ્યો છે. જ્યારે આ પેલેસની ડિઝાઈન આર્કિટેક નિગોઆયોસ બાલ્યને બનાવી છે. આ પેલેસ 1867માં બનીને તૈયાર થઈ ગયો હતો. 1991માં આ પેલેસને રિનોવેટ કરવામાં આવ્યો હતો. 2007માં ફરી એકવાર આ પેલેસને રિનોવેટ કરવામાં આવ્યો હતો. તૂર્કી એરપોર્ટથી આ પેલેસ 45 મિનિટના અંતરે આવેલો છે.

વર્ષ 2012માં CNN Goના પ્રમાણે, આ હોટલનો સુલતાન સ્યૂટનો એક રાતનો ભાવ US$ 35,419.68 (આજના ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 25,85,616 રૂ.) હતો. વિશ્વના 15 સૌથી મોંઘા સ્યુટના લિસ્ટમાં સુલતાન સ્યુટ 14મા નંબરે હતો.

પેલેસમાં વિવિધ પ્રકારના રૂમ
પેલેસમાં વિવિધ પ્રકારના રૂમ છે. પેલેસમાં 11 સ્યૂટ છે, જેમાં સુલતાન સ્યૂટ સૌથી મોંઘો છે.

પેલેસમાં પાંચ હોટલ
સિરાગન પેલેસમાં પાંચ વિવિધ હોટલમાં છે, જેમાં ગઝેબો લોન્જ, લાલેડન, બોસ્ફોરસ ગ્રીન, લે ફૂમોઈર બાર તથા તુગ્રાનો સમાવેશ થાય છે. આ હોટલમાં રાજા-મહારાજાની સ્ટાઈલમાં ડિનર કે લંચ સર્વ કરવામાં આવે છે.

મહેલની ભવ્યતા તસવીરોમાં