#VaruSha વેડિંગ:વરુણ ધવન લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીએ અલીબાગમાં લગ્ન કરે તેવી શક્યતા

મુંબઈએક વર્ષ પહેલા
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં વરુણે કહ્યું હતું કે બની શકે છે કે આ વર્ષે અથવા જેટલું જલ્દી બની શકે અમે લગ્ન કરી લઈશું - Divya Bhaskar
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં વરુણે કહ્યું હતું કે બની શકે છે કે આ વર્ષે અથવા જેટલું જલ્દી બની શકે અમે લગ્ન કરી લઈશું

વરુણ ધવન પોતાની નાનપણની મિત્ર નતાશા દલાલ સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે. છેલ્લાં કેટલાંક દિવસથી વરુણ-નતાશાના લગ્નની ચર્ચા થઈ રહી છે. બંને આ મહિને અલીબાગમાં લગ્ન કરવાના છે. લગ્ન માટે આખી ફાઈવ સ્ટાર હોટલ બુક કરવામાં આવી છે.

પાંચ દિવસ સેલિબ્રેશન ચાલશે
ધવન તથા દલાલ પરિવારે કોરોનાકાળમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના મતે, વેડિંગ સેલિબ્રેશન 22થી 26 જાન્યુઆરી સુધી અલીબાગમાં ચાલશે. લગ્ન 24 જાન્યુઆરીએ યોજાશે. લગ્નમાં માત્ર 40-50 મહેમાનો હશે તેમ માનવામાં આવે છે.

તમામ મહેમાનો બાયો બબલમાં રહેશે. લગ્નમાં પરિવારના નિકટના સભ્યો તથા વરુણ-નતાશાના ખાસ મિત્રો હાજર રહેશે.

નતાશા જાતે જ બ્રાઈડલ વેર તૈયાર કરશે
નતાશા દલાલ ફેશન ડિઝાઈનર છે. તે પોતાના વેડિંગ આઉટફિટ જાતે જ ડિઝાઈન કરવાની છે. તે સ્ટનિંગ બ્રાઈડલ આઉટફિટ્સ માટે જાણીતી છે.

મુંબઈમાં રિસેપ્શન
જાન્યુઆરીના અંતિમ દિવસોમાં મુંબઈમાં વેડિંગ રિસેપ્શન યોજવામાં આવશે. વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓને આમંત્રણ આપવામાં આવશે. વરુણ તથા ડેવિડ ધવન બિગ ફેટ પંજાબી વેડિંગ ઈચ્છતા હતા. શરૂઆતમાં તેઓ ડેસ્ટિનેશન વેડિંગ કરવા માગતા હતા. જોકે, કોવિડ 19ને કારણે હવે તેમણે માત્ર પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.

ઈ-કાર્ડ મોકલવામાં આવ્યા
ધવન તથા દલાલ પરિવારે મહેમાનોને ઈ-કાર્ડથી આમંત્રણ આપી દીધું છે. બંને પરિવારે લગ્નનું શોપિંગ પણ શરૂ કરી દીધું છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ધવન તથા દલાલ પરિવાર લગ્નની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરશે. ચાહકો પણ #VaruShaના વેડિંગ અંગે ઉત્સાહમાં છે.

નતાશાએ પહેલું કરવા ચોથનું વ્રત રાખ્યું હતું
ગયા વર્ષે નવેમ્બરમાં નતાશા દલાલે પહેલીવાર કરવા ચોથનું વ્રત રાખીને બધાને ચોંકાવી દીધા હતા. તે પોતાની સાસુ કરુણા સાથે કરવા ચોથ સેલિબ્રેશનમાં પહોંચી હતી. તે લાલ ડ્રેસમાં સુનિતા કપૂરના ઘરે યોજાયેલા સેલિબ્રેશનમાં સામેલ થઇ હતી.

વરુણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ 'કુલી નંબર 1' એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઈ હતી. અપકમિંગ પ્રોજેક્ટ્સમાં 'જુગ જુગ જિયો', પરમવીર ચક્ર વિજેતા અરુણ ક્ષેત્રપાલની બાયોપિક 'ઈક્કીસ' પણ સામેલ છે. 'ઈક્કીસ' ફિલ્મને 'બદલાપુર' ફેમ શ્રીરામ રાઘવન ડિરેક્ટ કરી રહ્યા છે.