તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

#VaruSha વેડિંગ:લગ્ન પહેલાં વરુણ ધવનનો અકસ્માત થયો, કોઈ જ જાનહાનિ નહીં

મુંબઈ6 મહિનો પહેલા

વરુણ ધવન તથા નતાશા દલાલ 24મી જાન્યુઆરીના રોજ લગ્ન બપોરે 12.30 વાગે લગ્ન કરવાના છે. લગ્ન પહેલાં વરુણ ધવને મિત્રો સાથે બેચલર પાર્ટી કરી હતી. આ બેચલર પાર્ટી અલીબાગમાં જ યોજાઈ હતી. બેચલર પાર્ટીમાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો.

ધ મેન્શન હાઉસમાં આવતા સમયે અકસ્માત થયો
22મી જાન્યુઆરીની રાત્રે વરુણ ધવને નિકટના મિત્રો સાથે બેચરલ પાર્ટી કરી હતી. આ બેચલર પાર્ટી વેડિંગ વેન્યૂ ધ મેન્શન હાઉસથી નજીકમાં આવેલા અન્ય એક રિસોર્ટમાં કરવામાં આવી હતી. બેચલર પાર્ટી બીજા દિવસે વહેલી સવાર સુધી ચાલી હતી. બપોરે વરુણ ધવન પાર્ટીના વેન્યૂથી વેડિંગ વેન્યૂ એટલે કે ધ મેન્શન હાઉસ પરત આવતો હતો. આ સમયે વરુણ ધવનની કારને અચાનક અસ્માત થયો હતો. જોકે, આ અકસ્માત ગંભીર નહોતો અને કારમાં બેઠેલા વરુણ ધવન તથા તેના અન્ય મિત્રોને કોઈ ઈજા થઈ નહોતી અને કારને પણ બહુ નુકસાન થયું નહોતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નતાશા દલાલ નથી ઈચ્છતી કે સોશિયલ મીડિયામાં તેમના લગ્નના કે પછી કોઈ પણ સેરેમીનીની તસવીરો વાઈરલ થાય. આથી જ નતાશાએ 'નો ફોન પોલિસી'નો કડક અમલ થાય તેવી સૂચના વેડિંગ પ્લાનરને આપી દીધી છે. આટલું જ નહીં હોટલના સ્ટાફ તથા ઘરનો સ્ટાફ પણ લગ્નમાં હશે. તેમના ફોન શુક્રવાર, 22 જાન્યુઆરીના રોજ સીલ કરી દેવામાં આવ્યા છે. તેમને લગ્નના ફંક્શન પૂરા થયા બાદ જ ફોન આપવામાં આવશે.

કાકાએ કહ્યું, અમારા પરિવારમાં વરુણની જનરેશનના આ છેલ્લાં લગ્ન
ડેવિડ ધવનના ભાઈ તથા બોલિવૂડ એક્ટર અનિલ ધવને કહ્યું હતું કે તેઓ વરુણ ધવનના લગ્ન અંગે ઘણાં જ ઉત્સુક છે. વરુણની જનરેશનના છેલ્લાં લગ્ન છે. વરુણના મોટાભાઈના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમના સંતાનોને પણ લગ્ન થઈ ગયા છે. વરુણના લગ્નમાં માત્ર નિકટના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. કોરોનાને કારણે ગ્રાન્ડ વેડિંગ કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે વરુણ તથા નતાશા ગયા વર્ષે મે મહિનામાં લગ્ન કરવાના હતા પરંતુ કોરોના તથા લૉકડાઉનને કારણે લગ્ન થઈ શક્યા નહીં.

ગોવિંદા-પહલાજ નિહલાણીને આમંત્રણ નહીં
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વરુણ ધવનના લગ્નમાં ગોવિંદ તથા પહલાજ નિહલાણીને ડેવિડ ધવને કંકોત્રી મોકલાવી નથી. આ બંને સાથે ડેવિડ ધવનના વર્ષો જૂના સંબંધો છે. જોકે, ડેવિડ ધવને આ બંનેને લગ્નમાંથી બાકાત રાખ્યા છે. ડેવિડ ધવને અર્જુન કપૂરને લગ્નમાં આમંત્રણ આપ્યું છે. વરુણ તથા અર્જુન ખાસ મિત્રો છે. જોકે, અર્જુનના પિતા બોની કપૂરને આમંત્રણ આપવામાં આવ્યું નથી. બોનીની દીકરી જાહન્વીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. બોની કપૂરના ભાઈ અનિલ કપૂરના પરિવારમાંથી પણ કોઈને બોલાવવામાં આવ્યા નથી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ડેવિડ ધવને અમિતાભ બચ્ચન કે તેમના પરિવારને વરુણ ધવનના લગ્નમાં આમંત્રણ આપ્યું નથી.