તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

#VaruSha વેડિંગ:અલીબાગમાં વરુણ ધવને મોડી રાત સુધી બેચલર પાર્ટી માણી

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરુણ ધવન 24મી જાન્યુઆરીના રોજ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે અલીબાગના ધ મેન્શન હાઉસમાં લગ્ન કરવાનો છે. 22મી જાન્યુઆરીએ સવારે નતાશા તથા વરુણ પરિવાર સહિત અલીબાગ આવી ગયા હતા. 22મી જાન્યુઆરીની રાત્રે વરુણ ધવને અલીબાગમાં બેચલર પાર્ટી માણી હતી.

એકદમ નિકટના મિત્રો સાથે પાર્ટી કરી
વરુણે લગ્નના બે દિવસ પહેલાં અલીબાગમાં જ બેચલર પાર્ટી એન્જોય કરી હતી. ધ મેન્શન હાઉસની નજીકમાં જ આવેલી હોટલમાં વરુણે નિકટના મિત્રો સાથે પાર્ટીની મજા કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાર્ટી વહેલી સવાર સુધી ચાલી હતી.

વરુણ ધવને 23મી જાન્યુઆરીએ સાંજે સો.મીડિયામાં આ પોસ્ટ શૅર કરી હતી
વરુણ ધવને 23મી જાન્યુઆરીએ સાંજે સો.મીડિયામાં આ પોસ્ટ શૅર કરી હતી

ધ મેન્શન હાઉસમાં ચાલી સંગીત સેરેમનીની તૈયારી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધ મેન્શન હાઉસમાં મોડી રાત સુધી મ્યૂઝિકનો અવાજ આવતો હતો. માનવામાં આવે છે કે દલાલ તથા ધવન પરિવારે મોડે સુધી સંગીત સેરેમનીની પ્રેક્ટિસ કરી હતી.

વરુણ બપોરે ધ મેન્શન હાઉસની બહાર જોવા મળ્યો
બેચલર પાર્ટી બાદ વરુણ ધવન બીજા દિવસે એટલે કે 23 જાન્યુઆરીના રોજ બપોરના સમયે ધ મેન્શન હાઉસની બહાર જોવા મળ્યો હતો. અહીંયા તેણે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.

મહેમાનો આવી રહ્યા છે
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, ડિરેક્ટર શશાંક ખૈતાન, ડિરેક્ટર કુનાલ કોહલી અલીબાગ પહોંચી ગયા છે. માનવામાં આવે છે કે કરન જોહર 23મી જાન્યુઆરીની મોડી સાંજે અલીબાગ આવશે. સંગીત સેરેમનીની પૂરી વ્યવસ્થા કરન જોહરે જ કરી હોવાની ચર્ચા છે.

બેન્ડ બાજા તથા હેરસ્ટાઈલિસ્ટ અલીબાગ પહોંચ્યા
ધ મેન્શન હાઉસને કપડાંથી ઢાંકી દેવામાં આવ્યું છે, જેથી કોઈ ફોટોગ્રાફર્સ ક્લિક કરી શકે નહીં. ધ મેન્શન હાઉસની બહાર બેન્ડબાજા વાળા તથા વરુણ ધવનો હેરસ્ટાઈલિસ્ટ અલ્તાફ જોવા મળ્યા હતા.