ક્રિતિ સેનન સાઉથ સુપરસ્ટાર પ્રભાસને ડેટ કરે છે?:વાતો-વાતોમાં વરુણ ધવને કન્ફર્મ કર્યું, ટ્રોલર્સે કહ્યું- 'આદિપુરુષ' માટે પબ્લિસિટી ચાલે છે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરુણ ધવન તથા ક્રિતિ સેનન હાલમાં જ પોતાની ફિલ્મ 'ભેડિયા'ના પ્રમોશન માટે રિયાલિટી શોમાં આવ્યા હતા. અહીંયા વાત-વાતમાં વરૂણે આડકતરો સંકેત આપ્યો હતો કે ક્રિતિ સેનન 'આદિપુરુષ'ના કો-સ્ટાર પ્રભાસને ડેટ કરે છે. સો.મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયોમાં વરુણ ધવન કોઈનું પણ નામ લીધા વગર હિંટ આપે છે કે ક્રિતિ સેનન રિલેશનશિપમાં છે. પ્રભાસ એક્ટ્રેસ ક્રિતિ કરતાં 10 વર્ષ મોટો છે. પ્રભાસની ઉંમર 42 તો ક્રિતિ 32ની છે.

વરુણે પ્રભાસનું નામ લીધા વગર ક્રિતિની વાત કરી
રિયાલિટી શોમાં ફિલ્મમેકર કરન જોહરે વરુણને ઇન્ડસ્ટ્રીની કેટલીક સિંગલ એક્ટ્રેસિસના નામ પૂછ્યા તો તે યાદીમાંથી ક્રિતિનું નામ ગાયબ હતું. કરને આનું કારણ પૂછ્યું તો વરુણે જવાબ આપ્યો હતો, 'ક્રિતિનું નામ અન્ય કોઈના હૃદયમાં છે અને તે વ્યક્તિ હાલમાં મુંબઈમાં નથી, પરંતુ દીપિકા પાદુકોણ સાથે શૂટિંગ કરે છે.' વરુણની વાત સાંભળીને ક્રિતિ હસી પડી હતી. ઉલ્લેખનીય છે કે પ્રભાસ હાલમાં દીપિકા પાદુકોણ સાથે 'પ્રોજેક્ટ K'માં કામ કરે છે.

'આદિપુરુષ'ના પ્રમોશન માટે રિલેશનશિપની અફવા ઉડી હોવાની શક્યતા
વરુણે આ દરમિયાન કોઈનું નામ લીધું નહીં, પરંતુ ચાહકો માની રહ્યા છે કે પ્રભાસ તથા ક્રિતિ વચ્ચે કંઈક તો છે. જોકે, કેટલાંક સો.મીડિયા યુઝર્સ એમ માને છે કે મેગા બજેટ ફિલ્મ 'આદિપુરુષ'ના પ્રમોશન માટે આ રીતની અફવા ઉડાવવામાં આવે છે.

ફિલ્મને ટ્રોલ કરવામાં આવી હતી
વરુણ ધવનની 'ભેડિયા'ને મિક્સ રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મે પહેલા વીકેન્ડ પર 28 કરોડનો બિઝનેસ કર્યો છે. 'આદિપુરુષ' 16 જૂન, 2023ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે.

આ ફિલ્મ હિંદી, તેલુગુ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે. ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે. જોકે, ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મને ઘણી જ ટ્રોલ કરવામાં આવી હતી. ફિલ્મના ખરાબ VFX તથા ભગવાન રામ, હનુમાન તથા રાવણના લુકને ખોટી રીતે દર્શાવવા બદલ ફિલ્મમેકરની ટીકા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...