તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલેન્ટાઈન ડે સ્પેશિયલ:એક કિસિંગ સીન દીપિકા- રણવીરને નજીક લઇ આવી હતી, 6 વર્ષની રિલેશનશિપ પછી લગ્ન કર્યાં હતાં

25 દિવસ પહેલા
 • કૉપી લિંક

વેલેન્ટાઈન ડે નજીક છે. આવામાં આપણે નજર કરીએ બોલિવૂડના ફેમસ કપલ્સમાંના એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની લવ સ્ટોરી જે ઘણી ફિલ્મી છે.

રણવીર અને દીપિકાએ 14 નવેમ્બર, 2018ના રોજ કોંકણી રીતિ- રિવાજથી ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંનેએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કર્યા. તેઓ 2012ની ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા- રામલીલા'ના સેટ પર વધુ નજીક આવ્યા જે તેમની સાથે પહેલી ફિલ્મ હતી.

કિસ બંનેને ક્લોઝ લઇ આવી
એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મના ક્રૂ મેમ્બરે જણાવ્યું હતું, '2012માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલાના સેટ પર અંગ લગા દે સોન્ગ શૂટ થઇ રહ્યું હતું. બંનેને સોન્ગના એન્ડમાં એક કિસિંગ સીન આપવાનો હતો. તે શૂટિંગ દરમ્યાન ડિરેક્ટરે કટ કહ્યું તેમ છતાં તેઓ કિસ કરતા રહ્યા. ત્યારે સેટ પર અંદાજે 50 લોકો હાજર હશે અને બધા આ જોઈને ચકિત થઇ ગયા. આ કિસ પછી જ કન્ફર્મ થઇ ગયું કે બંને પ્રેમમાં છે.'

વેનિટી વેનમાં કલાકો સુધી સાથે સમય પસાર કરતા
ત્યારબાદ બંને સેટ પર આવતા તો એકબીજાને બેબી કહીને સંબોધતા હતા, સાથે જમતા અને જ્યારે શૂટિંગ ન હોય ત્યારે વેનિટી વેનમાં કલાકો સુધી ટાઈમ સ્પેન્ડ કરતા. બધાને લાગ્યું કે ફિલ્મના શૂટિંગ પછી બંનેનો પ્રેમ વિસરાઈ જશે પણ એવું ન થયું. ત્યારબાદ જ્યારે કપલ બાજીરાવ મસ્તાનીમાં સાથે આવ્યા તો સમજાઈ ગયું કે લોન્ગટર્મ રિલેશન છે.

ગ્રુપ ડિનર દરમ્યાન પણ બંનેની નજર માત્ર એકબીજા પર જ રહેતી હતી. એવી રીતે કે જાણે તેમને દુનિયાની ચિંતા જ નથી, એવી રીતે જાણે કોઈ મેરિડ કપલ કરે છે. જ્યારે દીપિકા આસપાસ હોય તો રણવીર માત્ર તેને જ જોયા કરતો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાજીરાવના શૂટિંગ દરમ્યાન રણવીર પોતાના સીન્સ આપ્યા બાદ સેટ પરથી જતો જ ન હતો, તે દીપિકા માટે ત્યાં રોકાતો હતો. તેના માટે પોતાનાથી વધુ દીપિકાનું કરિયર વધુ ઈમ્પોર્ટન્ટ હતું. તે પહેલો એવો વ્યક્તિ હતો જેણે દીપિકાને હોલિવૂડમાં જવાની સલાહ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો