તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયા- વૈભવનાં લગ્ન:દિયા મિર્ઝા સાથે વૈભવ રેખીના લગ્ન પર હવે તેની એક્સ વાઈફ સુનૈનાનું રિએક્શન આવ્યું, કહ્યું- ખુશી છે કે મારી દીકરી આ ખાસ અવસરનો હિસ્સો બની

3 મહિનો પહેલા

એક્ટ્રેસ દિયા મિર્ઝાએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરી લીધા છે. 15 ફેબ્રુઆરીએ બંનેએ હિન્દૂ રિવાજથી મુંબઈમાં જ લગ્ન કર્યાં. હવે વૈભવ રેખીની એક્સ વાઈફ સુનૈનાનું તેમનાં લગ્ન પરનું રિએક્શન સામે આવ્યું છે. વૈભવની પહેલી પત્ની સુનૈના એક પોપ્યુલર યોગા ઇન્સ્ટ્રક્ટર છે, વૈભવ અને તેની એક દીકરી સમાયરા પણ છે. સુનૈનાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને એક્સ પતિના લગ્નની ખુશી વ્યક્ત કરી છે. તેણે એવું પણ કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે તેની દીકરી આ ખાસ અવસરનો હિસ્સો બની શકી.

સુનૈનાએ વીડિયોમાં કહ્યું, 'હા, મારા એક્સ પતિએ દિયા મિર્ઝા સાથે લગ્ન કરી લીધા છે. મને મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઘણા મેસેજ આવી રહ્યા છે અને લોકો મને પૂછી રહ્યા છે કે શું હું અને સમાયરા ઠીક છીએ? સૌથી પહેલા તો હું તમારા બધાનો આભાર માનવા ઈચ્છું છું કે તમે લોકોને મને તમારી સમજી અને ચિંતા જતાવી. અમે એકદમ ઠીક છીએ. માત્ર ઠીક જ નહીં, મારી દીકરી તેના પિતાના લગ્નને લઈને ઘણી ઉત્સુક છે. મને એ વાતની ખુશી છે કે સમાયરા આ ખાસ અવસરનો હિસ્સો બની શકી.'

દિયા અને વૈભવને લગ્નની વધામણી
સુનૈનાએ આગળ કહ્યું, 'મેં દિયા અને વૈભવના લગ્નના અમુક વીડિયો જોયા, જેમાં સમાયરા ફૂલ ફેંકી રહી હતી અને તે ઘણી ઉત્સુક દેખાઈ રહી હતી. મુંબઈમાં અમારો કોઈ પરિવાર નથી, આ સારી વાત છે કે હવે મુંબઈમાં તેનો પરિવાર વધી ગયો છે. પરિવારમાં નવા લોકોનું આવવું હંમેશાં સારું હોય છે. તેણે કહ્યું, સમાયરા તેનાં માતાપિતાના લગ્નમાં પ્રેમ જોઈ શકી ન હતી. હવે આ લગ્નમાં પ્રેમ જોશે આ ખુશીની વાત છે.' તેણે દિયા અને વૈભવને લગ્નની શુભેચ્છા પણ આપી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો