તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સક્લુઝિવ:રાજુ શ્રીવાસ્તવે કહ્યું, ‘ઉત્તર પ્રદેશ ફિલ્મસિટી પ્રોજેક્ટ 5000 કરોડ રૂપિયાનો છે, અમારો હેતુ મુંબઈ ફિલ્મસિટીને નુકસાન પહોંચાડવાનો નથી’

4 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

યુપીમાં ફિલ્મ સિટી બનાવવાનો મુદ્દો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ઝઘડાનું કારણ બની ગયો છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન કોમેડિયન રાજુ શ્રીવાસત્વે રાજ્યમાં બની રહેલા ફિલ્મસિટી પ્રોજેક્ટ વિશે વાત કરી.

ફિલ્મસિટી પ્રોજેક્ટનો ખર્ચ 5000 કરોડ રૂપિયા
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રાજુ શ્રીવાસત્વે કહ્યું કે, ‘ફિલ્મસિટીનો પ્રોજેક્ટ 5000 કરોડ રૂપિયાનો છે. હવે તે સમય આવી ગયો છે જે બધી સુવિધાઓથી સજ્જ હશે, તેની જ પસંદગી થશે. તે જ માર્કેટમાં ટકશે. હવે નિર્માતાઓ સાથે ચોઈસ હશે. ફિલ્મસિટી પાર્ટનરશિપમાં પણ બનશે. સરકાર જમીન ઓફર કરશે.’

‘મુંબઈ ફિલ્મસિટીને નુકસાન પહોંચાડવાનો હેતુ નથી’
રાજુ શ્રીવાસત્વે જણાવ્યું કે, ‘અમારો હેતુ જરાય મુંબઈની ફિલ્મસિટીને નુકસાન પહોંચાડવાનો નથી. આવું શક્ય પણ નથી. કારણ કે ફિલ્મ ઉદ્યોગ કોઈ ખીલ્લી નથી કે જેને એક જગ્યાએથી ઉખાડીને બીજી જગ્યાએ લગાવી દઈએ.’

‘દરેક રાજ્યને રોજગાર ઊભો કરવાનો હક છે’
‘દરેક રાજ્યને હક છે કે તેઓ પોતાને ત્યાં પર્યટક અન રોજગારને મદદ કરે. આ જ વિચારે યુપીમાં ફિલ્મસિટીનું નિર્માણ થઇ રહ્યું છે. અમારો હેતુ હૈદરાબાદની રામોજી ફિલ્મસિટીથી પણ સારી જગ્યા તૈયાર કરવાનો છે, જેથી ફિલ્મમેકરને એક જ જગ્યાએ બધી સુવિધા મળી જાય.’

ફિલ્મમેકર્સે શું કહ્યું?
રાજુ શ્રીવાસ્તવે કહ્યું કે, ‘લખનૌમાં પહેલા જ્હોન અબ્રાહમ અને ભૂષણ કુમારે સીએમ સાથે મુલાકાત કરી હતી. મંગળવારે અક્ષય કુમારે યોગીજીને પોતાના વિઝન કહ્યા. બુધવારે બોની કપૂર, સુભાષ ઘઈ, અનિલ શર્માએ પણ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં બેસ્ટ ફિલ્મસિટી બનશે તો ફિલ્મમેકર ત્યાં શૂટ કરવા જશે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો