કેટે સર્જરી કરાવી?:કેટરીના કૈફની લેટેસ્ટ તસવીરો જોઈ યુઝર્સ ભડક્યા, કહ્યું- 'તે તો ચહેરો બગાડી નાખ્યો'

મુંબઈ12 દિવસ પહેલા
  • કેટરીના તથા વિકી કૌશલ હાલમાં ન્યૂ યોર્કમાં છે

કેટરીના કૈફ તથા વિકી કૌશલ હાલમાં ન્યૂયોર્કમાં વેકેશન મનાવી રહ્યા છે. બંનેએ વેકેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે. જોકે, કેટરીના કૈફને ઘણાં યુઝર્સે ટ્રોલ કરી હતી. યુઝર્સે કહ્યું હતું કે કેટરીનાએ પોતાનો ચહેરો ખરાબ કરી નાખ્યો છે.

સેલેબ્સે કેટના વખાણ કર્યા
કેટરીના કૈફે સો.મીડિયામાં વેકેશનની તસવીર શૅર કરી હતી. આ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'ધ હોમ ઓફ એવરીથિંગ, માય ફેવરિટ પ્લેસ એવર બબ્બી.' આ તસવીરોમાં કેટરીના બબ્બી રેસ્ટોરાંમાં જોવા મળે છે. કેટરીનાએ ગ્રીન રંગના આઉટફિટ પહેર્યા છે. તસવીરોમાં કેટરીના પતિ વિકી સાથે જોવા મળે છે. આ પોસ્ટ પર સેલેબ્સે કેટરીનાના વખાણ કર્યા હતા. આલિયા ભટ્ટે કહ્યું હતું, 'તારી હિંમત કેવી રીતે થઈ? તો અર્જુને કહ્યું હતું, 'બબી વિધ હર હબી.'

યુઝર્સે ટ્રોલ કરી
વિકી કૌશલ તથા કેટરીનાને ચાહકોએ બેસ્ટ કપલ કહ્યા હતા. જોકે, ઘણાં યુઝર્સે કેટરીનાના ચહેરા અંગે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, 'કેટરીના પર ઘડપણ દેખાઈ રહ્યું છે. તો અન્ય એકે કહ્યું હતું, 'તમે તમારો ચહેરો બગાડી નાખ્યો છે. હવે તમે પણ રાખી સાવંત જેવા દેખાવ છો.' બીજા એકે કહ્યું હતું, 'ચહેરો બગાડી નાખ્યો, સ્માઇલ પણ, સર્જરી પહેલાં સારી લાગતી હતી.'

ગયા વર્ષે લગ્ન કર્યા
કેટરીનાએ ગયા વર્ષે 9 ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો જ હાજર રહ્યાં હતાં. બંને એકબીજાને 2019થી ડેટ કરતા હતા.

કેટરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'મેરી ક્રિસમસ'માં જોવા મળશે. આ ઉપરાંત તેની ફિલ્મ 'ફોન ભૂત' રિલીઝ માટે તૈયાર છે. કેટરીના ફિલ્મ 'જી લે ઝરા'માં પ્રિયંકા ચોપરા તથા આલિયા ભટ્ટ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે સપ્ટેમ્બરમાં થશે, તેમ માનવામાં આવી રહ્યું છે. વિકી કૌશલ 'ગોવિંદા નામ મેરા', 'ધ ગ્રેટ ઇન્ડિયમ ફેમિલી' તથા સારા અલી ખાન સાથે એક ફિલ્મમાં જોવા મળશે.