બોલિવૂડ કપલ ટ્રોલ:કરીના-સૈફે માસ્ક ને સીટ બેલ્ટ ના પહેરતાં યુઝર્સે ટ્રોલ કર્યા, કહ્યું- 'RTO ક્યાં છે?'

મુંબઈ13 દિવસ પહેલા
  • કરીના તથા સૈફ અલી ખાન મુંબઈમાં જોવા મળ્યા હતા

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન તથા કરીના કપૂર હાલમાં જ મુંબઈમાં જોવા મળ્યા હતા. સૈફ અલી ખાન રેન્જ રોવર કાર ડ્રાઇવ કરતો હતો અને કરીના ફોનમાં બિઝી હતી. સોશિયલ મીડિયામાં સૈફ-કરીનાનો વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે બંનેને ટ્રોલ કર્યા છે.

શા માટે ટ્રોલ કર્યા?
કરીના તથા સૈફે કારમાં સીટ બેલ્ટ તથા માસ્ક પહેર્યો નહોતો. આ જ કારણે સો.મીડિયા યુઝર્સે બંનેને ટ્રોલ કર્યા હતા. અનેક યુઝર્સે કમેન્ટ કરી હતી કે કેમ સીટ બેલ્ટ નહીં, માસ્ક નહીં? અન્ય એકે કમેન્ટ કરી હતી કે ક્યા છે RTO (રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) અને શા માટે આ કપલને કોઈ દંડ નહીં? ભારત માગે જવાબ. કેટલાંક યુઝર્સે મુંબઈ પોલીસને ટૅગ કરી હતી.

ગયા મહિને કરીનાને કોરોના થયો હતો
ગયા મહિને ડિસેમ્બરમાં કરીનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કરીના હોમ આઇસોલેશનમાં હતી. 14 દિવસ બાદ કરીનાનો રિપોર્ટ નેગેટિવ આવતા જ તેણે 25 ડિસેમ્બરે પાર્ટી કરી હતી.

કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. સૈફ અલી ખાન 'ગો ગોવા ગોન 2', 'આદિપુરુષ' તથા 'વિક્રમ વેધા'માં કામ કરી રહ્યો છે.