'શહેનશાહ' આકરાપાણીએ:યુઝર્સે અમિતાભ બચ્ચનને મહાનાલાયક ને ડોસો કહ્યો, બિગ બીએ જડબાંતોડ જવાબ આપ્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • સમયને કારણે અમિતાભ બચ્ચનને ટ્રોલ કરવામાં આવ્યા

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સો.મીડિયામાં એક્ટિવ રહે છે. બિગ બી સો.મીડિયામાં અપકમિંગ પ્રોજેક્ટ્સ તથા રૂટિન લાઇફ અંગે વાત કરતા હોય છે. હાલમાં જ અમિતાભે એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પર યુઝર્સે તેમને ટ્રોલ કર્યા હતા અને ડોસો કહ્યો હતો. ટ્રોલિંગ બાદ બિગ બીએ ટ્રોલર્સને જવાબ પણ આપ્યો હતો.

અમિતાભે 11.30 વાગે ગુડ મોર્નિંગ કહ્યું
અમિતાભે રવિવાર, 15 મેના રોજ સો.મીડિયામાં સવારે 11.30 વાગે ફોલોઅર્સને ગુડ મોર્નિંગ વિશ કર્યું હતું. અનેક યુઝર્સે સામે વિશ કર્યું હતું. જોકે કેટલાક યુઝર્સે એક્ટરને સવાલ કર્યો હતો કે ગુડ મોર્નિંગ વિશ કરવામાં કદાચ બપોર થઈ ગઈ છે.

સમયને કારણે બિગ બીને ટ્રોલ કરવામાં આવ્યા
એક યુઝરે સવાલ કર્યો હતો કે તમને નથી લાગતું કે તમે બહુ જલદી ગુડ મોર્નિંગ વિશ કરી દીધું? આના જવાબમાં બિગ બીએ કહ્યું હતું, 'તમારા આ કટાક્ષ માટે તમારો આભાર, પરંતુ હું મોડી રાત સુધી કામ કરતો હતો, આજ સવારે જ શૂટિંગ પૂરું થયું, આથી મને ઊઠવામાં મોડું થઈ ગયું. ઊઠીને તરત જ ગુડ મોનિંગ કહ્યું. જો તમને કોઈ દુઃખ થયું હોય તો માફી માગું છું.'

એક યુઝરે કહ્યું, અરે ડોસા, બપોર થઈ ગઈ છે
અન્ય એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'અરે ડોસા, બપોર થઈ ગઈ છે.' બિગ બીએ ગુસ્સે થતાં કહ્યું હતું, 'હું પ્રાર્થના કરું છું કે તમારી ઉંમર લાંબી હોય, પરંતુ તમે કોઈને 'ડોસો' કહીને આ રીતે અપમાન ના કરો.' અન્ય એક યુઝરે પણ બિગ બીને ડોસો કહ્યું હતું. આના પર એક્ટરના અનેક ચાહકોએ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે અલગ ટાઇમ ઝોનમાં હોઈ શકે છે. એક્ટરે કહ્યું હતું, 'તેમને કહેવા દો, એ સાચું જ બોલે છે. હું દેશમાં જ છું. આખી રાત કામ કરતો હતો, આથી મોડેથી ઊઠ્યો.'

આ કેવી સવાર છે મહાનાલાયકજી
અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી, 'આ કેવી સવાર છે, મહાનાલાયકજી.' અમિતાભે જવાબ આપતાં કહ્યું હતું, 'હું આખી રાત કામ કરતો હતો, આથી મોડો ઊઠ્યો, લાયકજી.' બીજા એકે કહ્યું હતું, 'આજે બહુ મોડી ઊતરી, લાગે છે કે દેશી પીને આવી ગયા છે. આજકાલ 11.30 વાગે સવાર પડી રહી છે.' બિગ બીએ રિપ્લાયમાં કહ્યું હતું, 'હું નથી પીતો, પરંતુ બીજાને મધુશાલા પીવડાવી દઉં છું.'

અપકમિંગ પ્રોજેક્ટ્સ
બિગ બીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ઉપરાંત તેઓ 'ઊંચાઈ', 'ગુડ બાય'માં જોવા મળશે.