તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

US પ્રેસિડન્ટની વોર્નિંગ બની મજાક:બાઇડેને કહ્યું- અફઘાનિસ્તાનમાં એક્શનનો સમય અને જગ્યા અમે પસંદ કરીશું, યુઝર્સે કહ્યું- રાજકુમારની 'સૌદાગર'નો ડાયલોગ ચોર્યો

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ પર ચાર દિવસ પહેલાં થયેલા આતંકી હુમલામાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનના નિવેદનનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં બાઇડેને કહ્યું હતું, 'અમે અમારા સૈન્ય સાથે, નક્કી કરેલા સમય પર, અમારી પસંદની જગ્યા પર તથા અમારી પોતાની પસંદની ક્ષણમાં જવાબ આપીશું.' બોલિવૂડ ચાહકોને આ નિવેદન ઘણું જ જાણીતું લાગ્યું હતું. સો.મીડિયામાં પછી US (યુનાઇટેડ સ્ટેટ્સ) પ્રેસિડન્ટની મજાક ઉડી હતી.

હુમલામાં 13 અમેરિકનના મોત
જો બાઇડેને આ ધમકી 1991માં આવેલી ફિલ્મ 'સૌદાગર'ના એક ડાયલોગ સાથે મળતી આવી છે. આ ફિલ્મમાં રાજકુમારે કહ્યું હતું, 'હમ તુમ્હે મારેંગે ઔર જરૂર મારેંગે લેકિન વો બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા.' ISISએ ગુરુવાર, 26 ઓગસ્ટના રોજ આત્મઘાતી બોમ્બ હુમલામાં કાબુલ એરપોર્ટના એન્ટ્રી ગેટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 13 અમેરિકનના મોત થયા છે. અમેરિકાએ પલટવાર કરવાની વાત કરી છે.

પ્રેસિડન્ટનો સ્પીચ રાઇટર ઇન્ડિયન અમેરિકન છે
IAS (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ) અવનીશ શરણે પણ વીડિયો શ2ર કર્યો હતો. તેમણે વિકીપીડિયાનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વ્હાઇટ હાઉસમાં સ્પીચ રાઇટિંગના ડિરેક્ટર ભારતીય મૂળના છે. એક યુઝરે કહ્યું હતું કે દરેક પ્રસંગે ક્યાંકને ક્યાંક તો બોલિવૂડના ડાયલોગ ફિટ થતાં જ હોય છે.