બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા ફિલ્મ કરતાં મોંઘાદાટ કપડાંને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્વશીએ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં ઉર્વશીએ જે આઉટફિટ પહેર્યા હતા, તે ઘણાં જ મોઘાં હતાં.
અરમાની ફેશન શો દરમિયાનની તસવીરો
ઉર્વશી રાઉતેલાની આ તસવીરો અરમાની ફેશન શો દરમિયાનની છે. ઉર્વશી રાઉતેલા ગોલ્ડન-ગ્રીન આઉટફિટમાં જોવા મળે છે. આ આઉટફિટને ઇન્ટરનેશનલ ડિઝાઇનલ માઇકલ સિન્કોએ ડિઝાઇન કર્યા છે. આ ડ્રેસની કિંમત 15 લાખ રૂપિયા છે.
હાલમાં જ જજ તરીકે જોવા મળી હતી
ઉર્વશી રાઉતેલા મિસ યુનિવર્સ 2021ની સ્પર્ધામાં જજ તરીકે જોવા મળી હતી. આ દરમિયાન તેણે માઇકલ સિન્કોના ડિઝાઇનર આઉટફિટ પહેર્યા હતા. ઉર્વશીએ હોલ્ટર ડીપ નેક તથા ઓફ શોલ્ડર શીમરી બ્લેક ડ્રેસમાં ઉર્વશી ઘણી જ સુંદર લાગતી હતી. આ ડ્રેસની કિંમત અંદાજે 40 લાખ રૂપિયા હતી.
થોડાં સમય પહેલાં અરબ ફેશન વીકમાં ઉર્વશીએ મોંઘો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની કિંમત 5 મિલિયન ડૉલર એટલે કે 37 કરોડ રૂપિયા હતી.
ઉર્વશીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'દિલ હૈ ગ્રે'માં જોવા મળશે. આ ફિલ્મ તમિળ ફિલ્મ 'થિરુટ્ટુ પાયલ 2'ની હિંદી રીમેક છે. ઉર્વશી એક્ટર રણદીપ હુડ્ડા સાથે ફિલ્મ 'ઇન્સ્પેક્ટર અવિનાશ'માં જોવા મળશે. ગુરુ રંધાવા સાથે સોંગ 'ડૂબ ગયા અભી ભી' સો.મીડિયામાં ટ્રેન્ડ થયું હતું. આ ઉપરાંત ઉર્વશી ઈજિપ્તિયન સુપરસ્ટાર મોહમ્મદ રમઝાનની સાથે 'બ્લેક રોઝ'માં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.