તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરલ:ઉર્વશી રાઉતેલાએ 20 હજાર રૂપિયા ખર્ચીને મડ બાથ લીધો, તસવીર સો.મીડિયામાં વાઇરલ

મુંબઈ3 મહિનો પહેલા
  • ઉર્વશી સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે ને તે અવારનવાર પોતાની તસવીરો પોસ્ટ કરતી હોય છે

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાએ હાલમાં જ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં ઉર્વશી મડબાથ લેતી હતી. મડબાથની તસવીર પર ચાહકોએ પણ પ્રતિક્રિયા આપી છે. કેટલાંક યુઝર્સે ઉર્વશીની તુલના અનિલ કપૂર સાથે કરી હતી. ઉર્વશીએ આ તસવીર સાથે મડ બાથના ફાયદા પણ ગણાવ્યા છે.

શું કહ્યું ઉર્વશીએ?
ઉર્વશીએ તસવીર શૅર કરીને કહ્યું હતું, મારું ફેવરિટ મડ બાત સ્પા એટલે કે મડ થેરપી. ક્લિયોપેટ્રા મડ બાથની શોખીન હતી અને આધુનિક ફેન્સમાં હું સામેલ છું. બેલેરિક બીચ પર રેડ મડ બાથની મજા માણી રહી છું. કહેવામાં આવે છે કે આને પ્રેમની રોમન દેવી વીનસ અરીસાની જેમ ઉપયોગ કરતી હતી. મડ વાસ્તવમાં મડી માર્વલ હોઈ શકે છે. મડ બાથ આજે પણ ચિકિત્સીય વિશેષતાને કારણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્કીનમાંથી અશુદ્ધિઓ કાઢે છે. ત્વચા મુલાયમ બને છે અને દુખાવાથી રાહત મળે છે. ચર્ચા છે કે આ મડ બથ માટે ઉર્વશીએ 20 હજાર રૂપિયા ખર્ચ્યા છે.

ઉર્વશીની સો.મીડિયા પોસ્ટ
ઉર્વશીની સો.મીડિયા પોસ્ટ

ઉલ્લેખનીય છે કે હોલિવૂડ સેલેબ્સ કેઅરા નાઈટલી તથા ગ્વાનેથ પેલ્ટ્રો પણ મડ થેરપીનો ઉપયોગ કરે છે.

યુઝર્સ કમેન્ટ્સ કરી
ઉર્વશીની આ પોસ્ટ પર ચાહકોએ રસપ્રદ કમેન્ટ્સ કરી હતી. અનેક યુઝર્સે ઉર્વશીના વખાણ કર્યા હતા. એક યુઝરે કહ્યું હતું કે 'નાયક'ના અનિલ કપૂરની બહેન તો અન્યે કહ્યું હતું કે 'નાયક 2.' અનેક યુઝર્સે ફોટો પર ફાયર ઇમોજી કમેન્ટ બોક્સમાં કરી હતી.

આ પહેલાં બ્લેક વોટર સાથે જોવા મળી હતી
થોડાં મહિના પહેલાં ઉર્વશી રાઉતેલા મુંબઈ એરપોર્ટ પર બ્લેક વોટરની બોટલ સાથે જોવા મળી હતી. બ્લેક વોટરની સામાન્ય રીતે કિંમત 3થી 4 હજાર રૂપિયા પ્રતિ લીટર હોય છે. ઉર્વશી પોતાને ફિટ રાખવા માટે બ્લેક વોટર પીવે છે. ઉર્વશી રાઉતેલાના હાથમાં જે પાણીની બોટલ છે, તેમાં નેચરલ અલ્કલાઇન વોટર હોય છે. આ પાણી હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. બ્લેક વોટરની PH વેલ્યૂ ઘણી જ હાઇ હોય છે. કોવિડ 19 દરમિયાન વિરાટ કોહલી સહિત ઘણાં સેલેબ્સે બ્લેક વોટર પીવાનું શરૂ કર્યું છે, જેથી ઇમ્યુનિટી વધારી શકાય અને ફિટ રહેવાય.

બ્લેક વોટર સાથે ઉર્વશી
બ્લેક વોટર સાથે ઉર્વશી

ઉર્વશીએ 2013માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું
25 ફેબ્રુઆરી, 1994માં જન્મેલી ઉર્વશી 2015માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં જોવા મળી હતી. આ સ્પર્ધામાં તે મિસ દિવા યુનિવર્સ 2015નો ખિતાબ જીત્યો હતો. ઉર્વશીએ 2013માં સની દેઓલની ફિલ્મ 'સિંહ સાબ ધ ગ્રેટ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'સનમ રે', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી', 'હેટ સ્ટોરી 4', 'પાગલપંતી' જેવી ફિલ્મમાં જોવા મળી હતી. ઉર્વશીએ ઘણાં મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે.

મિસ યુનિવર્સની સ્પર્ધા દરમિયાન ઉર્વશી
મિસ યુનિવર્સની સ્પર્ધા દરમિયાન ઉર્વશી

ઉર્વશી રાઉતેલા તમિળ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે ઉર્વશીને પોતાની પહેલી તમિળ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે. આ જ કારણે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અત્યારની સૌથી વધુ ફી મેળવતી એક્ટ્રેસિસમાં સામેલ થઈ ગઈ છે. ઉર્વશી પહેલી એક્ટ્રેસ છે, જેને સાઉથમાં 10 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે.

ઉર્વશી વેબ સિરીઝ 'ઈન્સ્પેક્ટર અવિનાશ'માં રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે. આ સિરીઝના ડિરેક્ટર નીરજ પાઠક છે. આ ઉપરાંત ઉર્વશી ઈજિપ્તિયન સુપરસ્ટાર મોહમ્મદ રમઝાનની સાથે 'બ્લેક રોઝ'માં જોવા મળશે. આ ઉપરાંત સાઉથ ઈન્ડિયન ફિલ્મ 'થિરુટ્ટૂ પાયલે 2'ની હિંદી રીમેકમાં પણ કામ કરશે.